રણજીમાં ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ 9 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો, વર્ષો જૂનો રૅકોર્ડ ધ્વસ્ત
Ranji Trophy: ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ ગુરુવારે ઉત્તરાખંડ સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં ઐતિહાસિક દેખાવ કર્યો હતો. સિદ્ધાર્થ દેસાઈએ ગુરુવારે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમદાવાદના ગુજરાત કૉલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ A ખાતે ઉત્તરાખંડ સામેની રણજી ટ્રોફી મેચ દરમિયાન ડાબા હાથના સ્પિનરે પ્રથમ ઇનિંગમાં 15 ઓવર ફેંકી હતી અને 36 રન સાથે 9 વિકેટ લીધી હતી.
સિદ્ધાર્થ દેસાઈની શાનદાર બોલિંગ
સિદ્ધાર્થ દેસાઈની શાનદાર બોલિંગને કારણે ગુજરાતે પહેલી ઇનિંગમાં ઉત્તરાખંડને 30 ઓવરમાં 111 રન પર ઑલઆઉટ કરી દીધું હતું. ઉત્તરાખંડની પહેલી ઇનિંગ 30 ઓવરમાં ફક્ત 111 રન પર સમાપ્ત થઈ. ઉત્તરાખંડ માટે શાશ્વત ડંગવાલે પહેલી ઇનિંગમાં સૌથી વધારે 35 રન બનાવ્યા હતા. આ સિવાય અવનીસ સુધાએ 30 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચોઃ જોરદાર વાપસી માટે તૈયાર અર્જુન તેંડુલકર! આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મચાવશે તરખાટ
ગુજરાતના પ્લેયર સિદ્ધાર્થ દેસાઈએ અવનીશ સુધા (30), પ્રિયાંશુ ખંડૂરી (7), રવિકુમાર સમર્થ (0), યુવરાજ ચૌધરી (0), કુણાલ ચંદેલા (12), મયંક મિશ્રા (5), આદિત્ય તારે (4), અભય નેગી (0) અને દીપક ધપોલા(9)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ગુજરાત માટે અંતિમ વિકેટ વિશાલ જયસ્વાલે લીધી હતી. જયસ્વાલે હર્ષ પટવાલને શૂન્ય પર આઉટ કર્યો હતો.
રણજી ટ્રોફીમાં ગુજરાત માટે શ્રેષ્ઠ બોલિંગ ફિગર
- 9/36 - સિદ્ધાર્થ દેસાઈ - ઉત્તરાખંડ સામે - અમદાવાદ (વર્ષ 2025)
- 8/31 - રાકેશ ધ્રુવ - રાજસ્થાન સામે - અમદાવાદ (વર્ષ 2012)
- 8/40 - ચિંતન ગજા - રાજસ્થાન સામે - સુરત (વર્ષ 2017)
રણજી ટ્રોફી ઇતિહાસમાં બેસ્ટ બોલિંગ ફિગર
- 10/49- અંશુલ કંબોજ (હરિયાણા) - કેરળ સામે - રોહતક (વર્ષ 2024)
- 9/23 - અંકિત ચૌહાણ (મુંબઈ) - પંજાબ સામે - મુંબઈ (વર્ષ 2012)
- 9/36 - સિદ્ધાર્થ દેસાઈ (ગુજરાત) - ઉત્તરાખંડ સામે- અમદાવાદ (વર્ષ 2025)
- 9/45 - આશિષ ઝૈદી (યુપી) - વિદર્ભ સામે - કાનપુર (વર્ષ 1999)
- 9/52 - આર. સંજય યાદવ (મેઘાલય) - નાગાલૅન્ડ સામે - સોવિમા (2019)