Get The App

સચિનની સામે જ તેનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, સરફરાઝ ખાનના ભાઈએ રચ્યો ઈતિહાસ

મુશીરે ક્વાર્ટર ફાઇનલમાં 203 રનની અણનમ ઇનિંગ રમી હતી

સેમિફાઈનલમાં મુશીર ખાને ફિફ્ટી ફટકારી હતી

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
સચિનની સામે જ તેનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, સરફરાઝ ખાનના ભાઈએ રચ્યો ઈતિહાસ 1 - image
Image:File Photo

Musheer Khan Breaks Sachin Tendulkar Record : સરફરાઝ ખાન પછી તેના નાના ભાઈ મુશીર ખાને પણ કમાલ કરવાની શરૂ કરી છે. અંડર-19 વર્લ્ડકપ 2024 બાદ ચર્ચામાં આવેલા મુશીરે રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે 203 રનની અણનમ ઇનિંગ રમનાર મુશીરે સેમિફાઇનલમાં પણ ફિફ્ટી ફટકારી હતી. હવે વિદર્ભ સામેની ફાઈનલ મેચમાં મુશીરે પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરી ન હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. તેણે 136 રનની શાનદાર ઇનિંગ રમી સચિન તેંડુલકરનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

સચિન સામે જ તેનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

સચિન તેંડુલકર આ પહેલા રણજી ટ્રોફી ફાઈનલમાં મુંબઈ માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટર હતો. સચિને 29 વર્ષ પહેલા વર્ષ 1994-95માં રણજી ટ્રોફી ફાઈનલમાં સદી ફટકારી હતી. તે સમયે સચિનની ઉંમર 21 વર્ષ અને 11 મહિના હતી. જયારે હવે મુશીર ખાને રણજી ટ્રોફી ફાઈનલમાં 19 વર્ષ અને 14 દિવસની ઉંમરે મુંબઈ માટે સદી ફટકારી સચિનને પાછળ છોડી દીધો છે. રણજી ટ્રોફી ફાઇનલમાં સદી ફટકારીને મુશીર ખાને સચિન તેંડુલકરની સામે જ તેનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી હતી. તેંડુલકર પણ ફાઈનલ મેચ જોવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મુંબઈના બોલરોએ ટીમની મેચમાં વાપસી કરાવી

મેચની વાત કરીએ તો મુંબઈએ પહેલા બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભની ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં ધવલ કુલકર્ણી, શમ્સ મુલાની અને તનુષ કોટિયાને 3-3 વિકેટ લીધી હતી. ધવલ કુલકર્ણીની આ છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ છે. મુંબઈએ 119 રનની લીડ સાથે બીજી ઇનિંગમાં રમવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન રહાણે અને મુશીર ખાને શાનદાર બેટિંગ કરી હતી. મુશીરે 136, રહાણે 73 અને શ્રેયસ અય્યરે 95 રનની ઇનિંગ રમી હતી.

સચિનની સામે જ તેનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, સરફરાઝ ખાનના ભાઈએ રચ્યો ઈતિહાસ 2 - image


Google NewsGoogle News