Get The App

રણજી ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં વિદર્ભનો વિજય, ફાઈનલમાં એક જ રાજ્યની બે ટીમો પહોંચી

રણજી ટ્રોફીની ફાઈનલ મેચ 10 માર્ચના રોજ યોજાશે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
રણજી ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં વિદર્ભનો વિજય, ફાઈનલમાં એક જ રાજ્યની બે ટીમો પહોંચી 1 - image
Image:Social Media

Ranji Trophy, Vidarbha vs Madhya Pradesh : વિદર્ભે રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે પ્રથમ સેમિફાઇનલ મેચમાં મધ્યપ્રદેશને 62 રને હરાવ્યું હતું. આ મેચ માટે યશ રાઠોડને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે વિદર્ભ માટે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. હવે ફાઇનલમાં વિદર્ભનો સામનો મુંબઈ સામે થશે. ફાઈનલ મેચ 10 માર્ચથી રમાશે.

પ્રથમ ઇનિંગમાં વિદર્ભે બનાવ્યા 170 રન

વિદર્ભ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ બાદમાં તેણે સારું પ્રદર્શન કરીને બાજી પલટી નાખી હતી. વિદર્ભે પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થતાં સુધી 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર અથર્વે 39 રનનું યોગદાન આપ્યું હતું. કરુણ નાયરે ફિફ્ટી ફટકારી હતી. તેણે 105 બોલમાં 63 રન બનાવ્યા હતા. કેપ્ટન અક્ષય માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો, જયારે ટીમના ત્રણ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. 

મધ્યપ્રદેશ માટે આવેશે કરી ઘાતક બોલિંગ

આવેશ ખાને આ દરમિયાન મધ્યપ્રદેશ માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 15 ઓવરમાં 49 રન આપીને 4 વિકેટ લીધી હતી. કુલવંત અને વેંકટેશ અય્યરે 2-2 વિકેટ લીધી હતી. મધ્યપ્રદેશે પ્રથમ ઇનિંગમાં 252 રન બનાવ્યા હતા. હિમાંશુ મંત્રીએ સદી ફટકારી હતી. તેણે 265 બોલમાં 126 રન બનાવ્યા હતા. જો કે તેની સદી ટીમને મદદ કરી શકી ન હતી. આ દરમિયાન વિદર્ભ તરફથી ઉમેશ યાદવે 3 વિકેટ ઝડપી હતી. યશ ઠાકુરને પણ 3 વિકેટ મળી હતી.

વિદર્ભની બીજી ઈનિંગમાં શાનદાર વાપસી

વિદર્ભે પ્રથમ ઇનિંગમાં ખરાબ પ્રદર્શન બાદ બીજી ઇનિંગમાં વાપસી કરી હતી. ઓલઆઉટ થતાં સુધી ટીમે 402 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશ રાઠોડે સદી ફટકારી હતી. તેણે 200 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા હતા. જયારે કેપ્ટન અક્ષયે 139 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. અમનએ 59 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મધ્યપ્રદેશની ટીમ બીજી ઇનિંગમાં 258 રન જ બનાવી શકી હતી. આ રીતે તેને 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફાઈનલમાં વિદર્ભ અને મુંબઈ વચ્ચે ટક્કર

રણજી ટ્રોફીની આ સિઝનની ફાઈનલ મેચ વિદર્ભ અને મુંબઈ વચ્ચે રમાશે. આ મેચનું આયોજન 10 માર્ચના રોજ થશે. વિદર્ભ પહેલા મુંબઈની ટીમે સેમિફાઈનલમાં જીત નોંધાવી હતી. તેણે બીજી સેમિફાઈનલ મેચમાં તમિલનાડુને એક ઇનિંગ અને 70 રને હરાવ્યું હતું.

રણજી ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં વિદર્ભનો વિજય, ફાઈનલમાં એક જ રાજ્યની બે ટીમો પહોંચી 2 - image


Google NewsGoogle News