દિલ્હીની ટીમની હારનું ઠીકરું કેપ્ટન પર ફુટ્યું, સુકાની પદ છીનવાયું, હવે કમાન હિંમત સિંહને સોંપાઈ

યશ ધૂલના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ અન્ડર-19 વર્લ્ડકપ જીતી હતી

પુડ્ડુચેરી સામે દિલ્હી તરફથી યશ ધૂલે પ્રથમ ઇનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 23 રન બનાવ્યા હતા

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
દિલ્હીની ટીમની હારનું ઠીકરું કેપ્ટન પર ફુટ્યું, સુકાની પદ છીનવાયું, હવે કમાન હિંમત સિંહને સોંપાઈ 1 - image
Image:Social Media

Ranji Trophy : રણજી ટ્રોફી 2024ની શરૂઆતની મેચમાં ગઈકાલે દિલ્હીની ટીમને પુડ્ડુચેરી સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હારનો ભોગ બન્યાના કલાક બાદ જ યશ ધૂલને સુકાનીપદથી હટાવી દેવામાં આવ્યો હતો. સિનિયર બેટ્સમેન હિંમત સિંહ હવે 12 જાન્યુઆરીથી જમ્મૂ-કાશ્મીર સામે રમાનાર મેચમાં દિલ્હીની કેપ્ટનશીપ સંભાળશે.

‘યશ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ અત્યારે ફોર્મમાં નથી’

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ જણાવ્યું હતું કે, “યશ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ અત્યારે ફોર્મમાં નથી. અમે ઇચ્છીએ છીએ કે તે બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરે અને તેથી અમે તેને કેપ્ટનશીપના બોજમાંથી મુક્ત કર્યો. હિંમત અમારો સિનિયર ખેલાડી છે અને તેણે ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમનો કેપ્ટન રહેશે.’’

હિંમતના નેતૃત્વમાં દિલ્હીની ટીમે મુંબઈ સામે મોટી જીત મેળવી હતી

ગયા વર્ષે યશની ગેરહાજરીમાં હિંમતના નેતૃત્વમાં દિલ્હીની ટીમે મુંબઈ સામે મોટી જીત મેળવી હતી. હિંમતે વર્ષ 2017માં ડેબ્યુ કર્યો હતો. તેણે અત્યાર સુધી 22 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ઇશાંત શર્મા જમ્મૂ કાશ્મીર સામે રમાનાર મેચમાં ટીમનો ભાગ નહીં હોય. સૈનીને ભારત-A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જયારે ઇશાંત શર્મા દિલ્હીમાં રમાનાર મેચ માટે જ ઉપલબ્ધ રહેશે. 

યશ ધૂલના નેતૃત્વમાં ભારતીય ટીમ અન્ડર-19 વર્લ્ડકપ જીતી

અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રહી ચુકેલા યશ ધૂલને ડિસેમ્બર 2022માં દિલ્હી ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેણે ફેબ્રુઆરી 2022માં ડેબ્યુ કર્યો હતો. તેણે અત્યાર સુધી 43.88ની એવરેજથી 1185 રન બનાવ્યા છે. પુડ્ડુચેરી સામે રમાયેલી મેચમાં યશ 2 અને 23 રન જ બનાવી શક્યો હતો. તેણે આ સત્રમાં લિમિટેડ ઓવર ક્રિકેટમાં પણ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળી હતી.

દિલ્હીની ટીમની હારનું ઠીકરું કેપ્ટન પર ફુટ્યું, સુકાની પદ છીનવાયું, હવે કમાન હિંમત સિંહને સોંપાઈ 2 - image


Google NewsGoogle News