આ ક્રિકેટરો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા પહોંચ્યા અયોધ્યા, મિતાલી રાજે કહ્યું, “ઘણાં સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી”
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું
Indian Cricketers In Ram Mandir : અયોધ્યામાં આજે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા માટે સમગ્ર દેશમાંથી મોટી-મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. આ હસ્તીઓમાં ઘણાં ભારતીય ક્રિકેટરોનું નામ પણ સામેલ છે.
Ek hi Naara Ek hi Naam
— Venkatesh Prasad (@venkateshprasad) January 22, 2024
Jai Shree Ram Hai Shree Ram
Ayodhyapati Shree Ramchandra ji ki jai pic.twitter.com/WFadi7aBzO
સચિન સહિત આ ખેલાડીઓ પહોંચ્યા અયોધ્યા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે ભારતના ઘણા મોટા ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમાંથી ઘણા ખેલાડીઓ અયોધ્યા પણ પહોંચી ગયા છે અને રામ મંદિરના દર્શન કરી રહ્યા છે. જણાવી દઈએ કે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ખેલાડી સચિન તેંડુલકર, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલે અયોધ્યા પહોંચી ગયા છે. આ સિવાય વેંકટેશ પ્રસાદ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા પહોંચ્યા છે. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પણ અયોધ્યા પહોંચી છે.
અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા - મિતાલી રાજ
મિતાલી રાજે વાતચીત દરમિયાન કહ્યું, “જ્યારે હું અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઉં છું ત્યારે હું જે અનુભવું છું તે જ અહીં અનુભવ કરી રહી છું. અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ એક મોટી ક્ષણ છે, એક ઉત્સવ છે. હું અહીં આવીને અને આ ઉત્સવનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.”