Get The App

IPL 2024: 6,6,6,6... પાટીદારની પાવરફુલ બેટિંગ, 19 બોલમાં ફટકારી અર્ધસદી, મયંક બરાબરનો ધોવાયો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
IPL 2024: 6,6,6,6... પાટીદારની પાવરફુલ બેટિંગ, 19 બોલમાં ફટકારી અર્ધસદી, મયંક બરાબરનો ધોવાયો 1 - image


Image: Facebook

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ ગુરુવારે રમાયેલી IPL મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવી દીધુ. IPL 2024 સિઝનમાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની આ માત્ર બીજી જીત રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની આ જીતમાં વિસ્ફોટક બેટ્સમેન રજત પાટીદારનો મોટો રોલ રહ્યો છે. રજત પાટીદારે પોતાની તાબડતોડ બેટિંગથી ચાહકોને રોમાંચિત કરી દીધા. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચમાં રજત પાટીદારનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. રજત પાટીદાર સનરાઈઝર્સ હૈદરાબાદના લેગ સ્પિનર મયંક માર્કંડેય પર કહેર બનીને તૂટ્યો.  

પાટીદારની પાવરફુલ બેટિંગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ઈનિંગની 11મી ઓવરમાં લેગ સ્પિનર મયંક માર્કંડેય બોલિંગ એટેક પર આવ્યો. 11 મી ઓવરમાં મયંક માર્કંડેયના પહેલા બોલ પર વિરાટ કોહલીએ એક રન લઈને સ્ટ્રાઈક રજત પાટીદારને આપી દીધી. મયંક માર્કંડેયે તે બાદ આગામી બોલ વાઈડ ફેંક્યો. અચાનક રજત પાટીદારે એવી ભીષણ તબાહી મચાવી જેનાથી દરેક પરેશાન રહી ગયા. રજત પાટીદારે મયંક માર્કંડેયના સતત 4 બોલ પર 4 સિક્સર ફટકારી. મયંક માર્કંડેય આ દરમિયાન ખૂબ ગભરાયેલો નજર આવ્યો. ઓવરના અંતિમ બોલ પર પછી રજત પાટીદારે સિંગલ લઈ લીધુ. મયંક માર્કંડેયે આ રીતે ઓવરમાં 27 રન લૂંટાવ્યાં.

મયંક માર્કંડેયનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે આ મેચમાં પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ. મયંક માર્કંડેયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 3 ઓવરની બોલિંગમાં 42 રન લૂટાવ્યા. જોકે વિલ જેક્સ તરીકે મયંક માર્કંડેયને મેચમાં એકમાત્ર વિકેટ મળી ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રજત પાટીદારે 20 બોલમાં 50 રનની ઈનિંગ રમી, જેમાં તેમણે 5 સિક્સર અને 2 ચોગ્ગા માર્યા. રજત પાટીદારનો સ્ટ્રાઈક રેટ પણ આ દરમિયાન 250નો રહ્યો. રજત પાટીદારને તેના શાનદાર પ્રદર્શન માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો.

બેંગ્લુરુએ હૈદરાબાદને હરાવ્યુ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ અત્યાર સુધી IPL 2024 ની 9 મેચમાંથી 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે તેને 2 મેચમાં જીત નસીબ થઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ 4 સ્કોરની સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો નેટ રન રેટ -0.721 છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમે પહેલા બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની સામે જીત માટે 207 રનનો ટાર્ગેટ રાખ્યો. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 171 રન જ બનાવી શકી. 


Google NewsGoogle News