Get The App

IPL 2025 પહેલા આ ટીમનો કેપ્ટન બન્યો રજત પાટીદાર, RCBએ પાઠવી શુભકામનાઓ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
IPL 2025 પહેલા આ ટીમનો કેપ્ટન બન્યો રજત પાટીદાર, RCBએ પાઠવી શુભકામનાઓ 1 - image


Image: Facebook

IPL 2025: આઈપીએલ 2025 ધીમે-ધીમે નજીક આવતી જઈ રહી છે. ટુર્નામેન્ટ પહેલા મેગા ઓક્શન થવાનું છે, જેમાં તમામ ખેલાડીઓની બોલી લાગવાની છે પરંતુ તે પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમનાર રજત પાટીદારના કેપ્ટન બનવાના સમાચાર સામે આવ્યા છે. પોતે આરસીબીએ પાટીદારને કેપ્ટન બનવાની શુભકામના આપી છે.

રજત પાટીદારને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 માટે મધ્ય પ્રદેશનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રજત મધ્ય પ્રદેશ માટે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. શાનદાર પ્રદર્શનના કારણે તેને મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમની કમાન સોંપવામાં આવી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત 23 નવેમ્બરથી થશે જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 15 ડિસેમ્બરે રમાશે.

આરસીબીએ કર્યો રિટેન

આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર રજત પાટીદારને આરસીબીએ આઈપીએલ 2025 માટે રિટેન કર્યો. રજતે આરસીબી માટે 2024ની સિઝનમાં 15 મેચોની 13 ઈનિંગમાં 30.38 ની સરેરાશ અને 177.13 ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 395 રન બનાવ્યા હતા, જેમાં 5 અડધીસદી સામેલ હતી.

આ પણ વાંચો: ભારત સામેની મેચમાં અમ્પાયરનો વિરોધ કરનારા ખેલાડી પર એક્શન, હવે ICCએ ફટકાર્યો દંડ

આરસીબીએ માત્ર 3 ખેલાડીઓને જ રિટેન કર્યાં, જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલ સામેલ છે. છેલ્લી સિઝનમાં ટીમની કમાન સંભાળનાર ફાફ ડુ પ્લેસિસને ફ્રેંચાઈઝીએ રિલીઝ કરી દીધો છે. દરમિયાન જોવાની વાત એ હશે કે હવે 2025ની સિઝનમાં ટીમની કમાન કોણ સંભાળે છે.

રજત પાટીદારનું આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ કરિયર

ઉલ્લેખનીય છેકે રજત પાટીદારે અત્યાર સુધી 3 ટેસ્ટ અને 1 વનડે રમી લીધી છે. ટેસ્ટમાં તેણે 63 અને વનડેમાં 22 રન બનાવ્યા છે. તેણે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી વનડે દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. 

તેણે અત્યાર સુધી પોતાના કરિયરમાં કુલ 66 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોની 113 ઈનિંગમાં પાટીદારે 43.32 ની સરેરાશથી 4636 રન સ્કોર કરી લીધા છે. આ દરમિયાન તેના બેટથી 13 સદી અને 23 અડધી સદી નીકળી ચૂકી છે. જેમાં હાઈ સ્કોર 196 રનોનો રહ્યો.


Google NewsGoogle News