For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPLમાં રાજસ્થાનના બેટરે તોફાની ઈનિંગ રમીને ફટકારી સાતમી સદી, આ મામલે કોહલીને પાછળ છોડ્યો

Updated: Apr 17th, 2024

IPLમાં રાજસ્થાનના બેટરે તોફાની ઈનિંગ રમીને ફટકારી સાતમી સદી, આ મામલે કોહલીને પાછળ છોડ્યો

KKR vs RR  Jos Buttler: IPL 2024માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે એક રસપ્રદ મેચ રમાઈ હતી. આ રસાકસી ભરી મેચમાં રાજસ્થાને છેલ્લા બોલ પર વિજય મેળવ્યો હતો.  224 રનના લક્ષ્યને રાજસ્થાને આઠ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. IPLમાં આ સૌથી મોટો રન ચેઝ છે. RRએ આ મામલે પોતાના જ ચાર વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. તો, કેકેઆરના સુનીલ નરેન અને પછી આરઆરના જોસ બટલરની સદીએ આ મેચને ખૂબ શાનદાર બનાવી હતી. બંનેએ કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા.

બટલરની તોફાની ઈનિંગ 

આ રસપ્રદ મેચમાં બટલરે 60 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સમયગાળા તેમનો સ્ટ્રાઈક રેટ 178.33 રહ્યો હતો. IPLમાં આ તેની સાતમી સદી હતી અને સિઝનમાં તેની બીજી સદી હતી. આ પહેલા તેણે RCB સામે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તો આ સાથે IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે તે બીજા નંબર પર આવી ગયો છે. બટલરે આ મામલે ક્રિસ ગેલને પાછળ પાડ્યો છે, તેણે આ લીગમાં છ સદી ફટકારી હતી. મહત્ત્વની વાત એ છે આ હવે તે સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલીના રેકોર્ડથી માત્ર એક સદી દૂર રહ્યા છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં રાજસ્થાન સામે તેની IPL કરિયરની આઠમી સદી ફટકારી હતી.

IPL માં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી

ખેલાડી        સદી

વિરાટ કોહલી          8

જોસ બટલર 7

ક્રિસ ગેલ          6

કેએલ રાહુલ 4

ડેવિડ વોર્નર 4

શેન વોટસન 4

રન ચેઝમાં સદી ફટકારવા મામલે બટલર કોહલીથી આગળ નીકળ્યો

તો આઈપીએલમાં રન ચેઝમાં સદી લગાવવાના મામલે બટલર કોહલીથી આગળ નીકળી ગયો છે. રન ચેઝ કરતાં આ લીગમાં બટલરની આ ત્રીજી સદી છે. તો કોહલી અને બેન સ્ટોક્સના ટાર્ગેટનો પીછો કરતાં બે- બે સદી ફટકારી હતી. બટલરની આ કોલકતા નાઈટ રાઈડર્સ સામે બીજી સદી હતી. આઈપીએલમાં કોઈ એક ટીમ સામે સૌથી વધારે સદી લગાવવાના મામલે આ સંયુક્ત રુપે બીજા સ્થાન પર છે. આ બાબતે કેએલ રાહુલ ટોપ પર છે. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ સદી ફટકારી છે.


Gujarat