IPL 2024 : રાજસ્થાન રૉયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 20 રનથી હરાવ્યું, સંજૂ સેમસનની ધમાકેદાર ઈનિંગ

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
IPL 2024 : રાજસ્થાન રૉયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 20 રનથી હરાવ્યું, સંજૂ સેમસનની ધમાકેદાર ઈનિંગ 1 - image


IPL 2024 : રાજસ્થાન રૉયલ્સે (RR) આઈપીએલ 2024માં જીત સાથે શરૂઆત કરી છે. રાજસ્થાને પોતાની પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને (LSG) 20 રનથી હરાવ્યું. કેપ્ટન સંજૂ સેમસન (અણનમ 82) અને રિયાન પરાગ (43)ની શાનદાર ઈનિંગના દમ પર રાજસ્થાનને 193/4નો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન જ બનાવી શકી. લખનઉ માટે નિકોલસ પૂરને સૌથી વધુ 64 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન કે.એલ. રાહુલ (58)એ અડધી સદી ફટકારી. ક્વિંટન ડિકૉક (4) અને માર્કસ સ્ટોઈનિસ (3) સસ્તામાં આઉટ થયા. દેવદત્ત પડિક્કલ ખાતું પણ ન ખોલાવી શક્યા.


Google NewsGoogle News