ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાના સમાચાર, ધર્મશાલામાં વરસાદની આગાહી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારત 3-1થી આગળ છે
Image:File Photo |
IND vs ENG 5th Test Weather : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ આવતીકાલથી ધર્મશાલામાં રમાશે. પરંતુ આ મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની છેલ્લી ટેસ્ટ મેચમાં વરસાદ વિલેન બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મેચ દરમિયાન ધર્મશાલામાં વરસાદ પડી શકે છે. જો વરસાદ પડે તો મેચ શરુ થવામાં વિલંબ થઈ શકે છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. હવે છેલ્લી મેચ રમવાની છે.
કેવું રહેશે ધર્મશાલામાં વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે ધર્મશાલામાં વરસાદ પડી શકે છે. આકાશ વાદળછાયું રહેશે. પરંતુ આ પછી આગામી બે દિવસ આકાશ સ્વચ્છ રહી શકે છે. શુક્રવાર અને શનિવાર ના રોજ વરસાદની અપેક્ષા નથી. પરંતુ આ પછી 10 અને 11 માર્ચે વરસાદ પડી શકે છે. ધર્મશાલાનું સરેરાશ તાપમાન 17થી 18 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 5થી 6 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
કેવી રહેશે ધર્મશાલાની પિચ
ધર્મશાલાની પિચની વાત કરીએ તો મળેલા અહેવાલો મુજબ આ વખતે ટર્નિંગ પિચ તૈયાર કરવામાં આવી છે. જેથી અહીં સ્પિનર્સને વધુ મદદ મળી શકે છે. જો કે અહીં ફાસ્ટ બોઈલર્સનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક ટેસ્ટ મેચ રમી છે. ભારતે માર્ચ 2017માં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતે આ મેચ 8 વિકેટે જીતી હતી.