VIDEO : રાહુલ દ્રવિડના દીકરાની બોલિંગ જોઈને ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા, વીડિયો થયો વાયરલ

સમિતે 12 ઓવરમાં 4.08ના ઈકોનોમી રેટથી 49 રન આપ્યા હતા

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
VIDEO : રાહુલ દ્રવિડના દીકરાની બોલિંગ જોઈને ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા, વીડિયો થયો વાયરલ 1 - image


Rahul Dravid Son Samit’s Bowling Action : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડના દીકરાએ પોતાની હોમ ટીમ માટે રમતા મુંબઈ સામે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન બોલિંગ કરી હતી. સમિતને આ પહેલા બેટિંગ કરતા જોવામાં આવ્યો હતો. પરંતુ તેની બોલિંગ અને બોલિંગ એક્શને ક્રિકેટ પ્રશંસકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સમિતનો બોલિંગ કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સમિતે 12 ઓવરમાં 4.08ના ઈકોનોમી રેટથી 49 રન આપ્યા

ગઈકાલે કર્ણાટક અને મુંબઈનીઓ અન્ડર-19 ટીમો વચ્ચે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી હતી. મેચના પ્રથમ દિવસે મુંબઈની ઇનિંગ દરમિયાન સમિતે 12 ઓવર ફેંકી હતી. જેમાં તેણે 4.08ના ઈકોનોમી રેટથી માત્ર 49 રન આપ્યા હતા. જો કે તેણે કોઈ વિકેટ ન મળી હતી, પરંતુ તેની બોલિંગ એક્શને ક્રિકેટ ચાહકોને પ્રભાવિત કર્યા હતા.

સમિતના બોલિંગ એક્શનની તુલના આ ભારતીય ક્રિકેટર સાથે કરવામાં આવી

સમિતની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોએ તેના એક્શનની તુલના ભારતીય ટીમના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સાથે કરી હતી. જ્યારે કેટલાક ચાહકોએ મજાકમાં કહ્યું કે "દ્રવિડ જાણે છે કે ભારતીય ટીમને પેસ ઓલરાઉન્ડરોની જરૂર છે, તેથી તે પોતે જ તેને તૈયાર કરી રહ્યો છે.”

VIDEO : રાહુલ દ્રવિડના દીકરાની બોલિંગ જોઈને ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News