Get The App

રાહુલ દ્રવિડ લેશે વિદાય... કોણ બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ? રેસમાં આ દિગ્ગજનું નામ સૌથી આગળ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
રાહુલ દ્રવિડ લેશે વિદાય... કોણ બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ? રેસમાં આ દિગ્ગજનું નામ સૌથી આગળ 1 - image


Image: Twitter

Rahul Dravid: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ગયા વર્ષે થયેલા ODI વર્લ્ડ કપ બાદ ખતમ થઈ ગયો હતો પરંતુ BCCIએ તેને આ વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ સુધી વધારવાનો નિર્ણય કર્યો. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પદ માટે અરજી પણ મંગાવી છે. મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયાની આગામી હેડ કોચ કોણ હશે? જોકે રાહુલ દ્રવિડ જો ઈચ્છે તો આ માટે ફરીથી અરજી કરી શકે છે, પરંતુ જો તેઓ આવું નથી કરતા તો કોણ આનું દાવેદાર હશે. તેમાં સૌથી આગળ એક ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ છે.

દ્રવિડના વર્તમાન કાર્યકાળમાં છેલ્લી ICC ટુર્નામેન્ટ

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આ વર્ષે 1 જૂનથી શરૂ થવા જઈ રહેલી ICC ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. તેની ફાઈનલ મેચ 29 જૂને થવાની છે. રાહુલ દ્રવિડના હેડ કોચ તરીકેના કાર્યકાળમાં ભારતની આ અંતિમ ICC ટુર્નામેન્ટ હશે. રાહુલ દ્રવિડે ડિસેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પદભાર સંભાળ્યો હતો. તે બાદ ભારત ટી20 વર્લ્ડ કપ 2022 રમી. જેમાં ટીમ સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી પછી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી. જોકે, તેમાં હાર મળી. 2023 અંતમાં પોતાની મેજબાનીમાં ભારત વનડે વર્લ્ડ કપ પણ રમ્યું. જેમાં પણ હાર મળી. હવે રાહુલ દ્રવિડના હેડ કોચ રહેતા ભારતીય ટીમ ચોથી ICC ટુર્નામેન્ટ રમશે. જો દ્રવિડ ઈચ્છે તો આ પદ માટે BCCI દ્વારા મંગાવવામાં આવેલી અરજી ભરી શકે છે પરંતુ જો તેઓ તેમાં રસ નહીં દાખવતા તો ટીમને નવા હેડ કોચ મળશે. 

આ દિગ્ગજ રેસમાં સૌથી આગળ

ભારતના પૂર્વ મિડલ ઓર્ડલ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે. તે વર્તમાનમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં હેડ ઓફ ક્રિકેટ અને ભારતની અંડર-19 અને ભારત એ ટીમોના હેડ કોચ પણ છે. દરમિયાન તેને ભારતના નવા હેડ કોચ બનાવી શકાય છે. નવા હેડ કોચનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં થનારા ટી20 વર્લ્ડ કપના પૂર્ણ થતા તાત્કાલિક બાદ એટલે કે 1 જુલાઈથી શરૂ થશે. કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી વધારવામાં આવશે. 

BCCI એ અરજી મંગાવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા હેડ કોચની નિમણૂક માટે અરજી મંગાવી છે. આ માટે શું લાયકાત, અનુભવ, નોલેજ અને સ્કિલ્સ હોવી જોઈએ, તે આ પ્રમાણે છે.

- 30 ટેસ્ટ મેચ કે 50 વનડે મેચ રમી હોય

- પૂર્ણ સભ્ય ટેસ્ટ પ્લેઇંગ નેશનના હેડ કોચ, 2 વર્ષના સમયગાળા માટે અથવા

- કોઈ એસોસિએટ સભ્ય/IPL ટીમ કે સમકક્ષ ઈન્ટરનેશનલ લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમના હેડ કોચ/નેશનલ એ ટીમ, 3 વર્ષના સમયગાળા માટે અથવા

- BCCI લેવલ 3 સર્ટિફિકેશન કે સમકક્ષ હોવુ જોઈએ અને 

- ઉંમર 60 વર્ષથી ઓછી થવી જોઈએ. 


Google NewsGoogle News