રાહુલ દ્રવિડના પુત્રની અંડર-19 ટીમમાં પસંદગી, ઇન્ટર ઝોન ટૂર્નામેન્ટમાં ફટકારી ચુક્યો છે બેવડી સદી

કર્ણાટક ટીમની કેપ્ટનશીપ ધીરજ જે. ગોડાને સોંપવામાં આવી છે

સમિત અન્ડર 14 ટુર્નામેન્ટમાં કર્ણાટક માટે રમી ચુક્યો છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
રાહુલ દ્રવિડના પુત્રની અંડર-19 ટીમમાં પસંદગી, ઇન્ટર ઝોન ટૂર્નામેન્ટમાં ફટકારી ચુક્યો છે બેવડી સદી 1 - image
Image:Twitter

ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિનામાં વનડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેવાની છે. આ પહેલા ટીમ ઇન્ડિયા હેડ કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સિરીઝ રમી રહી છે. સિરીઝની વચ્ચે રાહુલ દ્રવિડ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનો પુત્ર પિતાના રસ્તા પર નીકળી પડ્યો છે. સમિત દ્રવિડનું વીનૂ માંકડ ટ્રોફી માટે કર્ણાટકની અન્ડર 19 ટીમમાં પસંદગી થઇ છે.

રાહુલ દ્રવિડ પણ રમી ચુક્યો છે આ ટુર્નામેન્ટ

આ અન્ડર 19 ટુર્નામેન્ટ 12થી 20 ઓક્ટોબર સુધી હૈદરાબાદમાં આયોજિત થવાની છે. કર્ણાટક ટીમની કેપ્ટનશીપ ધીરજ જે. ગોડાને સોંપવામાં આવી છે, જયારે ધ્રુવ પ્રભાકર તેમનાં નાયબ હશે. 18 વર્ષીય સમિત અન્ડર 14 ટુર્નામેન્ટમાં કર્ણાટક માટે રમી ચુક્યો છે. પરંતુ આ પહેલી વખત હશે જયારે તે અન્ડર 19 સ્તરે રમશે. રાહુલ દ્રવિડ પોતે સિનિયર લેવલ અપર રમતા પહેલા અન્ડર 15, અન્ડર 17 અને અન્ડર 19માં સ્ટેટ લેવલ પર રમ્યો હતો. ત્યારબાદ વર્ષ 1991-92 સિઝન દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં રમવાનો મોકો મળ્યો હતો. સમિત પોતાના પિતાની જેમ જમણા હાથનો બેટ્સમેન છે. વર્ષ 2019માં સમિતે કર્ણાટક ઇન્ટર ઝોન ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી હતી. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News