Get The App

VIDEO: સારું હતું કે એ મારો છેલ્લો દિવસ હતો, એ 30 સેકન્ડ જેને યાદ કરીને દ્રવિડ આજે પણ શરમાઈ જાય છે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
VIDEO: સારું હતું કે એ મારો છેલ્લો દિવસ હતો, એ 30 સેકન્ડ જેને યાદ કરીને દ્રવિડ આજે પણ શરમાઈ જાય છે 1 - image


Image Source: X

Rahul Dravid: રાહુલ દ્રવિડ એક એવું નામ છે જેણે ભારતને ગર્વ કરવા જેવી ઘણી ક્ષણો આપી છે. ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા દ્રવિડે કોડ બનીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું. પરંતુ T20 વર્લ્ડ કપ જીત્યા બાદની એ 30 સેકન્ડ જેને યાદ કરીને દ્રવિડ આજે પણ શરમાઈ જાય છે. એક કાર્યક્રમમાં દ્રવિડે પોતે આ વાત સ્વીકારી છે.

ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ શાંત રહીને પોતાનું કામ કરવાની વાત આવે છો તો રાહુલ દ્રવિડ સૌથી પહેલા યાદ આવે છે. જીત કે હાર પર તેની પ્રતિક્રિયામાં વધારે અંતર નથી હોતું. ન તો તેણે જીતના જશ્નમાં હોશ ગુમાવ્યો છે અને ન તો હારમાં નિરાશ થયો. તો જ તો T20 વર્લ્ડ કપ જીત્યા બાદનું તેનું રિએક્શન વાયરલ થઈ ગયુ છે. રાહુલ દ્રવિડે હાથમાં ટ્રોફી લઈને લગભગ 30 સેકન્ડ સુધી જે અંદાજમાં જશ્ન મનાવ્યો ત્યારથી તેને 'ઈન્દિરા નગરનો ગુંડો' કહેવા લાગ્યા.

સારું હતું કે એ મારો છેલ્લો દિવસ હતો

સીએટ એવોર્ડ સેરેમનીમાં જ્યારે રાહુલ દ્રવિડને આ જશ્ન પર સવાલ કર્યો તો તેણે કહ્યું કે, હું વારંવાર આનો જવાબ આપીને થાકી ગયો છું. એ 30 સેકન્ડને યાદ કરીને આજે પણ હું શરમાઈ જાઉં છું. સારું હતું કે એ મારો છેલ્લો દિવસ હતો. નહીંતર ટીમના ખેલાડીઓ મને કહી રહ્યા હોત કે શીખવો છો કંઈક બીજું અને કરો છો કંઈક બીજું.

ખૂબ જ શરમજનક ક્ષણ

આ સમારોહમાં દ્રવિડે એમ પણ કહ્યું કે, હવે હું કોચ નથી અને જો કોઈ પાસે જોબ ઓફર હોઈ તો સજેસ્ટ કરી શકે છે. તેના પર ભીડમાંથી અવાજ આવ્યો ઈન્દિરા નગરનો ગુંડો... હકીકતમાં લોકો તેને એક્ટિંગની ફિલ્ડમાં જવાની સલાહ આપી રહ્યા હતા. તેના પર રાહુલે કહ્યું કે, તે 30 સેકન્ડની એક ક્ષણ હતી જે હવે વીતી ચૂકી છે. હું આ રોલ પાછો ન કરી શકું. તે ખૂબ જ શરમજનક ક્ષણ હતી. 

બાયોપિક બને તો કોણે રોલ કરવો જોઈએ. આ સવાલ પર રાહુલે કહ્યું કે, જો સારા પૈસા મળે તો હું પોતે જ રોલ કરવા માગીશ.


Google NewsGoogle News