Get The App

હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું ભારતીય ટીમની હારનું કારણ, કહ્યું, “અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે…”

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું ભારતીય ટીમની હારનું કારણ, કહ્યું, “અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે…” 1 - image
Image: File Photo

Rahul Dravid Statement On Defeat Against England, IND vs ENG 1st Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જયારે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને હારના કારણો અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું, "હું આજે તેમનું મૂલ્યાંકન કરવા માટે આટલો કઠોર નહીં બનું, મને લાગે છે કે અમારી ટીમે બોર્ડ પર પ્રથમ ઇનિંગમાં 70 રન ઓછા છોડ્યા હતા. જ્યારે બીજા દિવસે બેટિંગ કરવા માટે સ્થિતિ સારી હતી, ત્યારે અમે સારી શરૂઆત કરી હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા." બીજા દિવસે ભારતના ત્રણ બેટ્સમેન 80થી વધુ રન બનાવીને આઉટ થયા હતા.

“અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે ટીમ માટે સદી ફટકારી શકે”

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું, “અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે ટીમ માટે સદી ફટકારી શકે. બીજી ઇનિંગ હંમેશા પડકારરૂપ રહે છે. અમે ચેઝમાં નજીક આવી ગયા પરંતુ જીતની લાઈનને પાર કરી શક્ય ન હતા. અમારે વધુ સારું બનવું પડશે." પ્રથમ ઇનિંગમાં ઈંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલ 80 રન, કેએલ રાહુલ 86 અને રવિન્દ્ર જાડેજા 87 રનની ઇનિંગ રમીને આઉટ થયા હતા. ભારતીય ટીમે 436 રન બનાવ્યા હતા, પરંતુ દ્રવિડને લાગે છે કે પ્રથમ ઇનિંગમાં ઓછામાં ઓછા 500 રન બનાવવા જોઈતા હતા.

દ્રવિડે ઓલી પોપના કર્યા વખાણ

દ્રવિડે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપના વખાણ કર્યા, જે પોતાની બીજી ઈનિંગમાં 196 રન બનાવવામાં સફળ રહ્યો. દ્રવિડે કહ્યું, "અમારે 230 રનનો પીછો કરવો જોઈતો ન હતો, પરંતુ ઓલી પોપ આવ્યો અને તેણે શાનદાર ઇનિંગ્સ રમી. રમતમાં આ જ તફાવત હતો. મેં ચોક્કસપણે કોઈને સતત અને સફળતાપૂર્વક આવું કરતા જોયો નથી. ખાસ કરીને રિવર્સ સ્વીપ, આટલા લાંબા સમય સુધી અને સફળતાપૂર્વક રમવા બદલ તેને સલામ."

હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું ભારતીય ટીમની હારનું કારણ, કહ્યું, “અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે…” 2 - image


Google NewsGoogle News