Get The App

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડને ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડને ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું 1 - image


Image Source: Twitter

Rahul Dravid Received A Guard Of Honour: ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનું બેંગલુરુ સ્થિતિ ક્રિકેટ એકેડમીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. સ્થાનિક યુવા ખેલાડીઓએ દ્રવિડના સમ્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું. દ્રવિડના નેતૃત્વમાં હાલમાં જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી અને ICC ટ્રોફી જીતવાનું 11 વર્ષથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો હતો. જોકે, T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ સાથે જ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 

બેંગલુરુ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડનું ભવ્ય સ્વાગત કરાયું

દ્રવિડ જ્યારે બેંગલુરુ ક્રિકેટ એકેડેમી પહોંચ્યો ત્યારે ઉભરતા ખેલાડીઓએ તેમના સન્માનમાં બેટ ઊંચી કરી અને એકેડેમીના કોચિંગ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે દ્રવિડનું સ્વાગત કર્યું હતું. દ્રવિડે ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યુ અને હસીને બધા સાથે હાથ મિલાવ્યો હતો. દ્રવિડે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને 2012 સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બધાની જેમ દ્રવિડનું સપનું પણ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું હતું. જોકે, તે કોચ તરીકે આ સપનું પૂરું કરવામાં સફળ રહ્યો.


દ્રવિડની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ હતી પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું અને ભારતની સફર ગ્રુપ સ્ટેજમાં જ અટકી ગઈ હતી. દ્રવિડ 2021માં ભારતીય ટીમનો કોચ બન્યો અને તેના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીમ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ, 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી હતી. જો કે તે સમયે ભારતીય ટીમને સફળતા નહોતી મળી પરંતુ દ્રવિડ આખરે તેના કાર્યકાળની છેલ્લી ટુર્નામેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો. દ્રવિડના નેતૃત્વમાં જ ટીમે ગત વર્ષે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. બેંગલુરુ સ્થાનિક ક્રિકેટ એકેડમી દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં દ્રવિડે મેદાન પર પાછા ફરવા અને ઉભરતી પ્રતિભાઓને તૈયાર કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News