Get The App

તમારી બાયોપિક બને તો કોણ લીડ રોલ કરશે...?' રાહુલ દ્રવિડનો મજેદાર જવાબ થયો વાયરલ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News

Rahul Dravid On His Biopic: રાહુલ દ્રવિડના કરિયર પર નજર કરીએ તો તેનું કરિયર તમામ ઉતાર-ચઢાવથી ભરેલું છે. દ્રવિડની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા 2007 ICC વર્લ્ડ કપના લીગ સ્ટેજથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ દ્રવિડની સાથે આખી ભારતીય ટીમની ખૂબ ટીકા થઈ હતી. 2007 ODI વર્લ્ડ કપ કેરેબિયન ધરતી પર રમાયો હતો. 17 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે કેરેબિયન ધરતી પર T20 વર્લ્ડ કપ કબજે કર્યો અને તે સમયે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. રાહુલ દ્રવિડ જ્યારે ટીમમાં હતો ત્યારે મેચ ફિક્સિંગનો ઘેરો પડછાયો પણ ભારતીય ટીમ પર પડ્યો હતો. આ ઉપરાંત કોચ ગ્રેગ ચેપલ વિવાદ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો હતો. કેવી રીતે રાહુલ દ્રવિડે ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ યુવા ભારતીય ક્રિકેટરોને તૈયાર કર્યા. અંડર-19 ટીમના હેડ કોચ બન્યા અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ભારતીય ટીમે 11 વર્ષના ICC ટ્રોફીની આતુરતાનો અંત લાવ્યો તેના પર એક ફિલ્મ બની શકે છે. જ્યારે રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે જો તેમના પર બાયોપિક બનાવવામાં આવે તો લીડ રોલ કોણ કરી શકે છે? આ અંગે તેણે જે જવાબ આપ્યો તે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રાહુલ દ્રવિડનો મજેદાર જવાબ થયો વાયરલ

CEAT ક્રિકેટ એવોર્ડ્સ 2024માં રાહુલ દ્રવિડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં જ્યારે રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે જો તમારા પર બાયોપિક બનાવવામાં આવશે તો લીડ રોલ કોણ કરશે? આના પર દ્રવિડે મજેદાર જવાબ આપતા કહ્યું કે, જો પૈસા સારા મળશે તો હું પોતે જ આ રોલ ભજવીશ. દ્રવિડને ધ વોલના નામથી પણ ઓળખાય છે અને તેનું કારણ એ છે કે, તેણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત પોતાની મજબૂત ડિફેન્સથી ભારતીય ટીમને બચાવી છે. રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા વિશે કહ્યું કે, સાચું કહું તો હું કંઈ અલગ નહોતો કરવા માગતો, મને લાગે છે કે, અમે 2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત અને બાકી ટીમ સામે વર્લ્ડ કપ 2023 કેમ્પેઈનનો હિસ્સો હતો. 

દ્રવિડે આગળ કહ્યું કે, તૈયારીને લઈને અમે બીજું કંઈ નહોતા શકતા હતા, અમે 2023 વર્લ્ડ કપમાં 10 મેચ જીતી હતી, તેથી હું કંઈ અલગ કરવા નહોતો માગતો. જ્યારે મેં સપોર્ટ સ્ટાફ સાથે વાત કરી કે શું આપણે કંઈક અલગ કરી શકીએ છીએ, તો બધાએ કહ્યું કે, આપણે 2023 વર્લ્ડ કપમાં જે રીતે કર્યું હતું તે જ કરવાનું છે. અમારે ટીમમાં એ જ એનર્જી અને એ જ વાઈબ બનાવી રાખવાની હતી. 


Google NewsGoogle News