‘આ ઈનામ છે, પ્રોત્સાહન નથી...' BCCIની 'ઈન્સેન્ટિવ સ્કીમ' અંગે કોચ રાહુલ દ્રવિડનો કટાક્ષ

ધર્મશાલામાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું હતું

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
‘આ ઈનામ છે, પ્રોત્સાહન નથી...' BCCIની 'ઈન્સેન્ટિવ સ્કીમ' અંગે કોચ રાહુલ દ્રવિડનો કટાક્ષ 1 - image
Image:File Photo

Rahul Dravid On BCCI Incentive Scheme : BCCIએ ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે વધુ એક પગલું ભર્યું છે. બોર્ડ વધુને વધુ યુવા ખેલાડીઓને T20 અને IPLને બદલે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરવા ઈન્સેન્ટિવ યોજના લાવ્યું છે. જે અંતર્ગત ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપનારા ખેલાડીઓને મેચ ફીના રૂપમાં વધુ પૈસા મળશે.

ધર્મશાલામાં ટેસ્ટ મેચ જીત્યા બાદ BCCIએ કરી જાહેરાત

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ગઈકાલે ધર્મશાલામાં ટેસ્ટ મેચ જીત્યા બાદ આ જાહેરાત કરી હતી. જો કે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ આ યોજનાથી વધારે ખુશ નથી. દ્રવિડનું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન રૂપે પૈસા ન આપવા જોઈએ કારણ કે ટેસ્ટ ક્રિકેટ બાકી ફોર્મેટ કરતા કઠિન છે. આ યોજનાને ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાના પ્રોત્સાહન તરીકે ન જોવી જોઈએ અને વધુ પૈસા મેળવવાની યોજના તરીકે પણ ન જોવી જોઈએ.’

’ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રોત્સાહન તરીકે પૈસા નહીં અપાય’

બોર્ડની યોજના પર પોતાના વિચારો વ્યક્ત કરતા દ્રવિડે કહ્યું કે, “મને આશા છે કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન તરીકે પૈસા નહીં અપાય. ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ કેટલું મુશ્કેલ છે તે સમજવામાં આ એક પગલા તરીકે જોવું જોઈએ. ટેસ્ટ ક્રિકેટ સરળ નથી. શું આપણે 100 T20 મેચ રમ્યા પછી ઉજવણી કરીએ છીએ, એવી 100 ટેસ્ટ મેચ રમ્યા પછી કરીએ છીએ.’ એટલે કે દ્રવિડનું માનવું છે કે, ટેસ્ટ ક્રિકેટને પણ ટી20 કે બીજા ફોર્મેટ જેવું સન્માન મળવું જોઈએ. 

‘આ ઈનામ છે, પ્રોત્સાહન નથી...' BCCIની 'ઈન્સેન્ટિવ સ્કીમ' અંગે કોચ રાહુલ દ્રવિડનો કટાક્ષ 2 - image


Google NewsGoogle News