IPLમાં રાહુલ દ્રવિડ કરશે વાપસી! આ ટીમ સાથે જાડાઈ શકે, ટૂંક સમયમાં સત્તાવાર થશે જાહેરાત
Rahul Dravid Can Join Rajasthan Royals: ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ તરીકે પાછા ફરી શકે છે. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ રાહુલનો કોન્ટ્રાક્ટ ખતમ થઇ ગયો હતો. પરંતુ દ્રવિડ જેવો ખેલાડી વધારે દિવસ સુધી મેદાનથી દુર રહી શકે તેમ નથી.
આ પણ વાંચો: ક્યાં ગુમ થઈ ગયો 24 વર્ષનો ભારતીય યુવા ક્રિકેટર, સચિન-સેહવાગ સાથે થતી હતી તુલના
રાજસ્થાન રોયલ્સ સાથે સંબંધો નવા નથી
મીડિયા રીપોર્ટસ અનુસાર આગામી આઈપીએલમાં ફરી તેઓ તેની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ બની શકે છે. દ્રવિડની રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહે છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. મુખ્ય કોચ તરીકે દ્રવિડ ટીમમાં પાછા ફરી શકે છે. દ્રવિડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના સંબંધો નવા નથી. તે પાછળના વર્ષોમાં ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ જ રાજસ્થાન રોયલ્સ 2013ની સીઝનમાં પ્લેઓફ સુધી પહોચી હતી. આ પછી, તે 2014 અને 2015 સુધી ટીમનો મેન્ટોર પણ રહ્યો હતો.
આ પણ વાંચો: શમીની ભાષા બહુ ખરાબ હતી, 300 દિવસ રડવાનો વારો આવશે : પૂર્વ પાકિસ્તાની ખેલાડી
કોચ તરીકે મહત્ત્વપૂર્ણ જીમેદારી નિભાવી
દ્રવિડ વર્ષ 2015માં આઈપીએલ છોડીને ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. દ્રવિડ પહેલા અંડર-19 ટીમનો કોચ બન્યો હતો. તેની સાથે ભારતીય A ટીમની જવાબદારી પણ તેના ખંભા પર હતી. ત્યારબાદ તે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો ચેરમને રહ્યો હતો. ત્યારથી તે સીનીયર ભારતીય ટીમ સાથે જોડાયો હતો. દ્રવિડે વર્ષ 2021માં ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન તેને કેટલાક ખાટા અને કેટલાક મીઠા અનુભવો થયા. પરંતુ તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેણે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ બૂમિકા નિભાવી હતી.