Get The App

રાહુલ દ્રવિડને મળશે મોટું સન્માન, ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ બાદ પેરિસ આવવા મળ્યું આમંત્રણ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
rahul dravid at paris olympics 2024


Rahul Dravid In Paris Olympic country house: પેરિસ ઓલિમ્પિક ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. હવે પછીનો ઓલિમ્પિક રમતોત્સવ 2028મા લોસ એન્જલસ ખાતે યોજાશે. આ ઓલિમ્પિકમાં ભારતની સૌથી લોકપ્રિય રમત એવી ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખુશખબર છે અને ભારતીય રમતજગત માટે એક મેડલની ગેરંટી સમાન પણ છે. 

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પદેથી નિવૃત્ત થયેલા દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને વધુ એક સન્માન મળવા જઈ રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં પહેલી વખત કન્ટ્રી હાઉસ બનાવવામાં આવ્યું છે. જે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અહીં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશને લઈને એક ખાસ પેનલ ડિસ્કશન થવા જઈ રહ્યું છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના CEO  જ્યોફ અલાર્ડીસ ભાગ લેશે. આ સિવાય હર્ષ જૈન પણ તેઓની સાથે જોડાશે. 

ક્રિકેટની લોકપ્રિયતા દુનિયાભરમાં વધી રહી છે. ઓલિમ્પિક જેવી મોટી ઇવેન્ટમાં તેના સમાવેશથી ક્રિકેટ વધારે વિકાસની તક મળશે. છેલ્લે 1900ના વર્ષમાં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયો હતો. ત્યાર પછી લગભગ સવાસો વર્ષે ક્રિકેટનો ખેલ જગતના મહાકુંભમાં સમાવેશ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ આ મોટી તક બની રહેશે.  

ICCના CEO  જ્યોફે કહ્યું હતું કે, 'ક્રિકેટના વૈશ્વિક વિકાસ માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. દુનિયાભરના ચાહકોને રમત સુધી લાવવા, ખેલાડીઓને વધુ ને વધુ તક મળે એ માટે ઓલિમ્પિક જેવા મોટા પ્લેટફોર્મ પર રમતનું સામેલ થવું એક ખૂબ મહત્વનું પગલું છે.'


Google NewsGoogle News