અમદાવાદમાં અફઘાનિ પ્લેયર ગુરબાઝે કરી ગરીબોની મદદ, સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
રહેમાનુલ્લા ગુરબાઝ IPLમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો ભાગ હતો
Image:IANS |
Rahmanullah Gurbaz viral video : અફઘાનિસ્તાનની ટીમે ODI World Cup 2023માં 4 મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. અફઘાનિસ્તાનના પ્રદર્શનથી માત્ર દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટના દિગ્ગજો પર આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એક તરફ જ્યાં અફઘાનિસ્તાનની ટીમે ODI World Cup 2023માં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા તો હવે આ જ ટીમના એક ખેલાડીએ કંઇક એવું કર્યું છે જેના કારણે ભારતીય ક્રિકેટ ફેન્સ જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેના ખુબ વખાણ કરી રહ્યા છે.
ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકોની કરી મદદ
અફઘાનિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે દિવાળીના અવસર પર રાત્રે 3 વાગ્યે અમદાવાદ(Rahmanullah Gurbaz Distributes Money Among The Needy In Ahmedabad To Celebrate Diwali)ની શેરીઓ પર રહેતા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગુરબાઝ અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે ગયો અને તેમને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા હતા. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર ન કરવો હતો. તેથી જ તે અમદાવાદની શેરીઓમાં રહેતા ગરીબ લોકો પાસે રાત્રે 3 વાગ્યે એકલો ગયો હતો. ગુરબાઝે સૂતેલા ગરીબ લોકોની બાજુમાં 500-500ની નોટો મૂકી હતી. જેથી તે લોકો સવારે દિવાળી ઉજવી શકે.
અમદાવાદ સાથે છે ખાસ સંબંધ
ગુરબાઝ IPLમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો ભાગ હતો. તે સમયે અમદાવાદ જ તેનું હોમગ્રાઉન્ડ હતું. જેના કારણે અમદાવાદ સાથે ગુરબાઝને ખાસ સંબંધ છે. જો કે ODI World Cup 2023માં અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાનને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.