ત્રણ સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરશે ગૌતમ ગંભીર? જાણો કેમ લાગી રહી છે અટકળો
Gambhir May do Many Changes In Indian Cricket Team: બીસીસીઆઈ દ્વારા ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ જાહેર કરવાની સાથે ટીમમાં વિવિધ ફેરફારો થવાની અટકળો વહેતી થઈ છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે મંગળવારે ગૌતમ ગંભીરની હેડ કોચ તરીકેની પસંદગી અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, 42 વર્ષીય ક્રિકેટર કોચ તરીકે ટીમ સાથે જોડાતાં ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી શકે છે. જ્યારે કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ વિરામ કે નિવૃત્તિ લેવી પડી શકે છે. આ ફેરફારોમાં અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજાના નામની ચર્ચા થઈ રહી છે.
અજિંક્ય રહાણે
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું બેટ ઘણા સમયથી શાંત છે. આ જ કારણ છે કે સક્રિય ખેલાડી હોવા છતાં ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. રહાણે ટી20 અને વનડે ફોર્મેટમાંથી લગભગ બહાર થઈ ગયો છે. બીજી બાજુ તે ટેસ્ટ ફોર્મેટમાં પણ વાપસી કરશે તેવી આશા ઓછી જણાઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ તેની વધતી ઉંમર છે. ગંભીર 36 વર્ષીય અજિંક્ય રહાણેના સ્થાને યુવા ખેલાડીને સ્થાન આપી શકે છે.
ચેતેશ્વર પુજારા
રહાણેની જેમ ચેતેશ્વર પુજારાનું બેટ પણ છેલ્લા કેટલાક વર્ષોથી સંપૂર્ણપણે શાંત છે. આ જ કારણ છે કે તે છેલ્લા કેટલાક સમયથી ટીમનો નિયમિત સભ્ય નથી. પૂજારાની હાલની ઉંમર 36 વર્ષ છે. મેદાનમાં તેની ફિટનેસ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ગંભીરના આગમન બાદ વધુને વધુ યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં પુજારાની કારકિર્દી પણ ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
રવિન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાના મેચ વિનિંગ ખેલાડી રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પણ હાલના સમયમાં ઝડપથી ઘટ્યું છે. મેદાનમાં બોલિંગ કરતી વખતે તે વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. હવે તે બેટિંગમાં પણ કોઈ ખાસ જાદુ બતાવી શકતો નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ગંભીર ટીમમાં સામેલ થયા બાદ તેને વનડેમાંથી પણ હાથ ગુમાવવો પડી શકે છે.