World Cup 2023 : ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રએ રચી દીધો ઈતિહાસ, વર્લ્ડ કપ 2023માં ફટકારી ત્રીજી સદી
રચિન રવીન્દ્રે 94 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા
ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 402 રનનો ટાર્ગેટ આપ્યો
Image:IANS |
World Cup 2023 NZ vs PAK : ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023ની 35મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રે સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડ માટે તે ODI World Cupમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રચિનના નામે ODI World Cup 2023માં ત્રણ સદી થઇ ગઈ છે. તેણે 88 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી.
ડેબ્યૂ વર્લ્ડ કપમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
રચિન રવિન્દ્રે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. પાકિસ્તાન સામે સદી ફટકારતાની સાથે જ તે ODI World Cupમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. રચિને 23 વર્ષની વયે આ સિદ્ધિ મેળવી છે. આ મામલે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિનના નામે 23 વર્ષની ઉંમરે 2 સદી હતી. આ ઉપરાંત ડેબ્યૂ ODI World Cupમાં ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે.
રચિન રવિન્દ્રે 500 રન પૂરા કર્યા
પાકિસ્તાન સામે આજે રચિન રવિન્દ્રને ઓપનિંગ કરવાની તક મળી હતી. તે ODI World Cup 2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે હાલ ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમી લીસ્ટમાં બીજા નંબરે છે. ક્વિન્ટન ડી કોક પછી રચિન રવિન્દ્રે આ ટુર્નામેન્ટમાં 500 રનનો આંકડો પાર કર્યો છે.