Get The App

ત્રીજી ટેસ્ટમાં અંગ્રેજોની વધશે મુશ્કેલી! BCCIએ દિગ્ગજ સ્પિનરની મેચમાં અધવચ્ચે વાપસી અંગે આપી અપડેટ

પારિવારિક ઈમરજન્સીના કારણે અશ્વિનને ટીમથી બહાર થવું પડ્યું હતું

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
ત્રીજી ટેસ્ટમાં અંગ્રેજોની વધશે મુશ્કેલી! BCCIએ દિગ્ગજ સ્પિનરની મેચમાં અધવચ્ચે વાપસી અંગે આપી અપડેટ 1 - image
Image:Twitter

Ravichandran Ashwin Rejoin Team India : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ફરીથી ભારતીય ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બાદ પારિવારિક ઈમરજન્સીના કારણે અશ્વિનને ટીમ છોડવી પડી હતી, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે તે ચોથા દિવસની રમત દરમિયાન લંચ કરીને રાજકોટ પહોંચશે અને તે આ મેચમાં આગળ બોલિંગ અને બેટિંગ કરી શકશે. આ માહિતી BCCIએ દ્વારા આપવામાં આવી છે.

લંચ બાદ ટીમ સાથે જોડાશે અશ્વિન

BCCIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આર અશ્વિન ફરીથી ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. તે અંગત કારણોસર બીજા દિવસની રમત બાદ રાજકોટથી ચેન્નઈ જવા રવાના થયો હતો. BCCIના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે તેની માતાની તબિયત ખરાબ છે. ચોથા દિવસની રમત પહેલા હોસ્ટ બ્રોડકાસ્ટર સાથે વાત કરતી વખતે, કુલદીપ યાદવે કહ્યું, "ખાતરી નથી, પરંતુ મને લાગે છે કે અશ્વિન ભાઈ પાછા આવી શકે છે." લંચ સુધી તે રાજકોટમાં પહોંચી શકે છે.

BCCIએ કરી પુષ્ટિ

BCCIએ જણાવ્યું હતું કે, "BCCI પારિવારિક કટોકટીના કારણે ગેરહાજરી બાદ આર અશ્વિનના ટીમમાં પરત ફરવાની જાહેરાત કરતા ખુશ છે. રાજકોટમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પારિવારિક ઈમરજન્સીના કારણે અસ્થાયી રૂપે અશ્વિન ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. અશ્વિન અને ટીમ મેનેજમેન્ટ બંને એ વાતની પુષ્ટિ કરતા ખુશ છે કે તે ચોથા દિવસે ફરી એક્શનમાં જોવા મળશે અને ચાલુ ટેસ્ટ મેચમાં ટીમ માટે યોગદાન આપવાનું ચાલુ રાખશે."

ત્રીજી ટેસ્ટમાં અંગ્રેજોની વધશે મુશ્કેલી! BCCIએ દિગ્ગજ સ્પિનરની મેચમાં અધવચ્ચે વાપસી અંગે આપી અપડેટ 2 - image


Google NewsGoogle News