World Cup 2023 : આફ્રિકાના ક્વિંટન ડી કોકે ગિલક્રિસ્ટને પાછળ છોડ્યો, તોડ્યો 16 વર્ષ જૂનો આ રેકોર્ડ

સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનના અંતરથી હરાવ્યું હતું

સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ રમી હતી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આફ્રિકાના ક્વિંટન ડી કોકે ગિલક્રિસ્ટને પાછળ છોડ્યો, તોડ્યો 16 વર્ષ જૂનો આ રેકોર્ડ 1 - image
Image:IANS

World Cup 2023 SA vs BAN : સાઉથ આફ્રિકાએ ગઈકાલે ODI World Cup 2023ની 23મી મેચમાં બાંગ્લાદેશને 149 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ રમી હતી. આ સદી ફટકારતા સાથે જ ક્વિંટન ડી કોકે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. તે વિકેટકીપર બેટ્સમેન તરીકે World Cupમાં સૌથી મોટી ઇનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા(Quinton De Kock broke Adam Gilchrist's 16 Year Old World Cup Record)ના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે.

ડી કોકે ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો

એડમ ગિલક્રિસ્ટે ODI World Cup 2007માં 149 રનની ઇનિંગ રમી હતી. ક્વિંટન ડી કોકે ગઈકાલે શ્રીલંકા સામે 174 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ODI World Cup 2023માં ડી કોકની આ ત્રીજી સદી હતી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે છે. રોહિતે ODI World Cup 2019માં 5 સદી ફટકારી હતી. આ ડી કોકના વનડે કરિયરની 20મી સદી હતી. આ સાથે જ તેણે વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારવાના મામલામાં રોહિત શર્મા, સચિન તેંડુલકર અને એબી ડીવિલિયર્સને પાછળ છોડી દીધા છે.

સાઉથ આફ્રિકા તરફથી વર્લ્ડ કપની એક સિઝનમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન

એબી ડીવિલિયર્સે વનડેમાં 175 ઇનિંગ્સમાં 20 સદી પૂરી કરી હતી જયારે ડી કોકે આ કમાલ 150 ઇનિંગ્સમાં કરી બતાવ્યું છે. વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારવાનો રેકોર્ડ હાશિમ અમલાના નામે છે. ડી કોક સાઉથ આફ્રિકા તરફથી સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. જયારે ODI World Cupની એક સિઝનમાં સાઉથ આફ્રિકા તરફથી 3 સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બેટ્સમેન

હાશિમ અમલા - 108 ઇનિંગ્સ

વિરાટ કોહલી - 133 ઇનિંગ્સ

ક્વિન્ટન ડી કોક - 150 ઇનિંગ્સ

એબી ડીવિલિયર્સ - 175 ઇનિંગ્સ

રોહિત શર્મા - 183 ઈનિંગ્સ

સચિન તેંડુલકર - 197 ઇનિંગ્સ

World Cup 2023 : આફ્રિકાના ક્વિંટન ડી કોકે ગિલક્રિસ્ટને પાછળ છોડ્યો, તોડ્યો 16 વર્ષ જૂનો આ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News