Get The App

IND vs BAN ની મેચમાં બબાલ! બાંગ્લાદેશી ફેન્સ સાથે મારપીટ, હોસ્પિટલમાં ખસેડાયો

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
IND vs BAN ની મેચમાં બબાલ! બાંગ્લાદેશી ફેન્સ સાથે મારપીટ, હોસ્પિટલમાં ખસેડાયો 1 - image


Image: Facebook

IND vs BAN: ભારત-બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ દરમિયાન બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના સામે આવી છે. તે બાદ બાંગ્લાદેશી ચાહકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય ચાહક પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ફેન સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર મારપીટમાં ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ચાહકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટ પર 93 રન હતો. ભારતે ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનના મોટા અંતરથી હરાવ્યુ હતુ. આ રીતે ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

ઉલ્લેખનીય છેકે ભારત-બાંગ્લાદેશની વચ્ચે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ વિરોધમાં જુલૂસ કાઢીને બાંગ્લાદેશનો ધ્વજ સળગાવી દીધો. વિરોધ પ્રદર્શન દરમિયાન વિહિપ કાર્યકર્તાઓની પોલીસ સાથે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ કર્યો તો કાર્યકર્તાઓએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કર્યાં. વિરોધમાં રસ્તા પર બેસીને હનુમાન ચાલીસા કરવા લાગ્યા. 

સવારે ગ્રીનપાર્કમાં મેચ શરૂ થયા સાથે વિરોધ શરૂ થઈ ગયો. મૂળગંજ ચાર રસ્તાથી પદયાત્રા કરતાં કાર્યકર્તા પરેડ સ્થિત સદ્ભાવના ચોકીની સામે પહોંચ્યા ત્યારે પોલીસે રોક્યા તો વિહિપ કાર્યકર્તાઓ અને પોલીસમાં અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો તો વિહિપ કાર્યકર્તા જય-જય શ્રીરામના નારા લગાવતાં ત્યાં જ ધરણા પર બેસી ગયા.

તે બાદ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો. માહિતી મળવા પર ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા. હોબાળો કરી રહેલા વિહિપ કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આવી. તે બાદ વિહિપ કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહ મંત્રીને સંબોધિત જાહેરાત સોંપી ત્યારે વિહિપ કાર્યકર્તા સૂત્રોચ્ચાર કરતાં પરત આવ્યા. વિહિપનો આરોપ હતો કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થાય છે. અમાનવીય વ્યવહાર કરનાર દેશની સાથે મેચ રમવી દુશ્મનની હરકતોને નજર અંદાજ કરવા જેવું છે. 




Google NewsGoogle News