સિંધુએ બેડમિન્ટનમાં મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું, આસાન જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
pv sindhu at paris olympics 2024


PV Sindhu In Olympics 2024: પેરિસ ઓલમ્પિકમાં આજે 5મા દિવસે બબ્બે ઓલમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવા માટે રમવા ઉતરી હતી. સિંધુએ રાઉન્ડ ઑફ 32ની આ મેચમાં 21-05, 21-10થી પ્રથમ બન્ને સેટ જીતી લીધા હતા. સિંધુએ ક્રિસ્ટીન કૂબા સામે શરુઆતથી જ અટેકીંગ રમત બતાવી હતી અને 8 પોઇન્ટ મેળવી લીધા હતા. ત્યાર બાદ કૂબાએ ખાતું ખોલાવતાં ક્રિસ્ટીને બે પોઇન્ટ નોંધાવ્યા હતા. જો કે સિંધુએ ત્યાર બાદ પ્રભુત્વ સાથે પ્રથમ સેટ જીતી લીધો હતો. બીજા રાઉન્ડમાં પણ સિંધુએ આસાનીથી વિજય મેળવ્યો હતો.

સમગ્ર મેચ દરમિયાન સિંધુએ મજબૂત પકડ બનાવેલી રાખી હતી. બીજા સેટમાં પણ સિંધુએ પોતાની શાનદાર રમત બતાવી હતી અને સતત પ્રતિસ્પર્ધી ખેલાડી પર હાવી રહી હતી. આ દરમિયાન પ્રેક્ષકોએ પણ સિંધુને ખૂબ ચીયર કર્યું હતું અને સિંધુ સિંધુની બૂમો પાડી હતી. સિંધુને પ્રથમ સેટ કરતાં થોડી વધુ મહેનત બીજો સેટ જીતવામાં કરવી પડી હતી પરંતુ આ તેની પ્રેક્ટિસ સમાન જ મેચ રહી હતી. હવે તે નોક આઉટમાં રમશે અને ભારતને મેડલ અપાવવાનો પ્રયાસ કરશે. 

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં 'લક્ષ્યવેધ', લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો

સિંધુ સિવાય આજે લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતરશે. લક્ષ્યની પ્રથમ મેચમાં થયેલી જીત કેન્સલ કરવામાં આવી હતી. તેની બીજી મેચ લક્ષ્ય જીત્યો હતો. ભારતને બેડમિન્ટનમાં આ વખતે મેડલ્સની આશા છે. પી વી સિંધુ તો અગાઉ બે વખત મેડલ જીતી ચૂકી છે. ગ્રુપ Mમાં સિંધુ ટોપ પર રહી હતી અને પોતાની તમામ મેચ જીતીને આસાનીથી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો હતો.


Google NewsGoogle News