3 રાજમહેલમાં યોજાશે સમારોહ, મેવાડી સ્ટાઈલ ભોજન... દિગ્ગજ ખેલાડીના રોયલ વેડિંગમાં શું-શું ખાસ?
PV Sindhu Wedding Updates: ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને તેના સપનાનો 'રાજકુમાર' મળી ગયો છે. બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુ આજે 22 ડિસેમ્બર રવિવારના રોજ બિઝનેસમેન વેકંટ સાંઈ દત્તા સાથે લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ, યુગલ ઉદયપુરના ઉદય સાગર તળાવમાં બનેલી ફાઈવ સ્ટાર હોટેલ રાફેલ્સમાં સાત ફેરા લેશે. બંને શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જેમાં રમતગમત, રાજકારણ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજરી આપશે. આથી સ્થળથી લઈને ડેકોરેશન અને ખાણીપીણીની દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ લગ્નની તૈયારીઓ વિશે...
3 મહેલોમાં લગ્ન સમારોહ, મહેમાનો બોટ દ્વારા પહોંચ્યા
પીવી સિંધુ જે હોટલમાં લગ્ન કરવા જઈ રહી છે તે જ હોટલમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લગ્ન કર્યા હતા. પરંતુ સિંધુના લગ્ન વધુ ભવ્ય રીતે યોજાશે. લગ્ન સમારોહ ઉદયપુરમાં 3 અલગ-અલગ ઐતિહાસિક સ્થળો પર યોજાશે. આ માટે જીલ મહેલ, લીલા મહેલ અને જગ મંદિરની પસંદગી કરવામાં આવી છે. સ્થળને શાહી શૈલીમાં શણગારવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાની ઝલક જોવા મળશે. દરેક મહેમાનને બોટમાં લગ્ન સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. આ સિવાય લગ્નમાં ભારતીય અને વિદેશી મહેમાનો માટે અનેક પ્રકારની શાહી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વાનગીઓ રાજસ્થાની અને મેવાડી શૈલીમાં પીરસવામાં આવશે. 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..'
હોટલનું ભાડું લાખોમાં
રાફેલ્સ હોટેલના રૂમની વાત કરીએ તો આ હોટલમાં કુલ 101 રૂમ છે. તળાવની વચ્ચે બનેલી આ હોટલનું રોજનું ભાડું 50 હજારથી 1 લાખ રૂપિયા છે. ઓનલાઈન બુકિંગ સાઈટ મુજબ સિઝન પ્રમાણે દર બદલાતા રહે છે. રાફેલ્સ હોટેલમાં બે સ્યુટ પણ છે, જેનું રાત્રિનું ભાડું રૂ. 1.44 લાખ છે. તેની આકર્ષક સજાવટ અને તળાવનો નયનરમ્ય નજારો મહેમાનોને ખૂબ નજીકથી જોવા મળશે. બીજો સ્યુટ રાફેલનો ઓએસિસ સ્યુટ વિથ બ્રિજ છે. આ વિશિષ્ટ સ્યુટમાં લિવિંગ રૂમ, ખાનગી બાલ્કની, વૉક-ઇન વૉર્ડરોબ અને પર્સનલ કેર સહિત પ્લન્જ પૂલ જેવી સુવિધાઓ છે.
આ મહેમાનો લગ્નમાં સામેલ થશે
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ તેના લગ્ન માટે રમતગમત, રાજકારણ અને ફિલ્મ જગતની હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. મળતી માહિતી મુજબ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર લગ્નમાં હાજરી આપવા પહોંચશે. તેમના સિવાય અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ સહિત ઘણા રાજકીય ચહેરાઓ પણ દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે જોવા મળશે. સિંધુએ અનેક ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રણ આપ્યું છે.