Get The App

2 ઓલિમ્પિક મેડલ જીતનાર પી.વી.સિંધુ બનશે 'દુલ્હન', જાણો ક્યારે અને ક્યાં યોજાશે સમારોહ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
PV Sindhu


Sai PV Sindhu Marriage: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ તેની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. પીવી સિંધુ આ મહિનાના અંતમાં 22મી ડિસેમ્બરે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે. તે હૈદરાબાદનો રહેવાસી છે. વેંકટ દત્તા એક બિઝનેસમેન છે અને હાલમાં Poseidex Technologiesમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે

સિંધુના પિતા પીવી રમનાએ કહ્યું, 'બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું નક્કી થઈ ગયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે સિંધુનું જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે. એટલા માટે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્નનું આયોજન કર્યું છે. તેમજ રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે.' 

આ પણ વાંચો: VIDEO: ગજબનો કેચ ! દિલ્હીના ઓલરાઉન્ડર ખેલાડીએ ચીત્તાની જેમ ઉછળી કર્યો ખતરનાક કેચ

ભારતની સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે સિંધુ 

સિંધુને ભારતની સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે. તેણે 2019માં ગોલ્ડ સહિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા છે. આ સિવાય ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડીએ રિયો 2016 અને ટોક્યો 2020માં ઓલિમ્પિક મેડલ જીત્યા અને 2017માં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ હાંસલ કરી. તેમજ પીવી સિંધુએ રવિવારે લખનૌમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ખાતે જીત મેળવી હતી. 

2 ઓલિમ્પિક મેડલ જીતનાર પી.વી.સિંધુ બનશે 'દુલ્હન', જાણો ક્યારે અને ક્યાં યોજાશે સમારોહ 2 - image



Google NewsGoogle News