Get The App

Photos: બે વારની ઓલમ્પિક ચેમ્પિયન્સ પીવી સિંધુએ કરી સગાઈ, શેર કરી તસવીર

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
Photos: બે વારની ઓલમ્પિક ચેમ્પિયન્સ પીવી સિંધુએ કરી સગાઈ, શેર કરી તસવીર 1 - image


PV Sindhu Engagement: બે વખતની ઓલમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ શનિવાર (14 ડિસેમ્બર)એ વેન્કટ દત્તા સાઈ સાથે સગાઈ કરી લીધી. સિન્ધૂ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. શનિવારે સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ. 

લખનઉંમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલમાં સિંધુ ચેમ્પિયન બન્યાના થોડા દિવસ બોદ તેમના લગ્નની તારીખ સામે આવી હતી. લગ્નથી જોડાયેલ કાર્યક્રમ 20 ડિસેમ્બરથી શરૂ થશે. પીવી સિંધુએ સગાઈ દરમિયાન તસવીર પણ શેર કરી છે.

આ પણ વાંચો: સિરાજની પાછળ પડ્યા ઑસ્ટ્રેલિયાના દર્શકો, સ્ટેડિયમમાં કર્યો ટ્રોલ તો સુનિલ ગાવસ્કરે આપ્યો જવાબ

રવિવારે લખનઉંમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં જીતની સાથે લાંબા સમયથી ખિતાબ જીતવાની ઇચ્છ પૂર્ણ થઈ. પૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુ હૈદરાબાદમાં રહેતા વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે, જે પોસાઇડેક્સ ટેક્નોલોજીસમાં કાર્યકારી નિદેશક છે. આ પહેલા તેમને ક્રિકેટના દિગ્ગજ સચિન તેંદુલકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક લોકોને આમંત્રિત કરતા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News