Get The App

આ તો હદ થઈ ગઈ... પાકિસ્તાન સુપર લીગની ફરી એકવાર ખરાબ ટેક્નોલોજીને કારણે બની મજાક

PSL 2024 ની 16મી મેચમાં, જ્યારે ક્વેટા ગ્લેડીયેટર્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી

જ્યારે કરાચી કિંગ્સની જીતની શક્યતા -1 ટકા હતી

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
આ તો હદ થઈ ગઈ... પાકિસ્તાન સુપર લીગની ફરી એકવાર ખરાબ ટેક્નોલોજીને કારણે બની મજાક 1 - image


Pakistan Super League 2024: પાકિસ્તાન સુપર લીગ ફરી એકવાર તેની નબળી ટેક્નોલોજીના કારણે સમાચારમાં છે. તાજેતરમાં, પીએસએલમાં ઉપયોગમાં લેવાતા નબળા ડીઆરએસને કારણે, આ લીગની વિશ્વભરમાં મજાક ઉડાવવામાં આવી હતી અને આ વખતે તેણે હદ વટાવી દીધી છે. 29 ફેબ્રુઆરીની રાત્રે, પાકિસ્તાન સુપર લીગ 2024ની 16મી મેચ કરાચી કિંગ્સ વિ ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે રમાઈ હતી. છેલ્લી ઓવરમાં રોમાંચ એટલો વધી ગયો હતો કે મેચ કોઈપણ ટીમના પક્ષમાં જઈ શકતી હતી. આવી સ્થિતિમાં ટીવી પર જ્યારે વિન ફોરકાસ્ટ આવ્યો તો ફેન્સ હસવાનું રોકી શક્યા નહીં.

કરાચી કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા કરાચી કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન એક પણ બેટ્સમેન 40 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો.જેમ્સ વિન્સ 37 રન સાથે તેમનો હાઈએસ્ટ સ્કોરર હતો. આ સ્કોર સુધી પહોંચવા જેસન રોય અને સઈદ શકીલની ઓપનિંગ જોડીએ ક્વેટા ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા. પરંતુ આ જોડીના બ્રેકઅપ બાદ ક્વેટાની ટીમ ફફડી ગઈ હતી.

ઓવરના પાંચમા બોલ પર થર્ડ મેન પર રમ્યો શોટ

ક્વેટાને 2 બોલમાં 3 રનની જરૂર હતી. રધરફોર્ડે ઓવરના પાંચમા બોલ પર થર્ડ મેન પર શોટ રમ્યો અને બે રન બનાવ્યા. આ દરમિયાન તેણે પોતાની વિકેટનું જોખમ પણ લીધું, પરંતુ તે બચી ગયો. આ પછી, તેણે ફાઈનલ લેગ તરફ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી અને હીરો બન્યો. રધરફોર્ડને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તે 31 બોલમાં 1 ફોર અને 6 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. 

આ તો હદ થઈ ગઈ... પાકિસ્તાન સુપર લીગની ફરી એકવાર ખરાબ ટેક્નોલોજીને કારણે બની મજાક 2 - image


Google NewsGoogle News