Get The App

'પુરાવા તો આપો પાકિસ્તાન વિરુદ્ધ...', પહલગામ હુમલા અંગે આફ્રિદીએ ઉલટાનું ભારતને સંભળાવ્યું

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
'પુરાવા તો આપો પાકિસ્તાન વિરુદ્ધ...', પહલગામ હુમલા અંગે આફ્રિદીએ ઉલટાનું ભારતને  સંભળાવ્યું 1 - image


Shahid Afridi on Pahalgam Terror Attack |  22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 ભારતીય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યાં. એક તરફ આ હુમલા મામલે પાકિસ્તાનની ચોતરફી ટીકા થઇ રહી છે ત્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીએ આતંકી હુમલાની ટીકા કરવાની જગ્યાએ ભારત પાસે જ પુરાવા માગી લીધા છે. 

ઉલટા ચોર કોતવાલ કો દંડેે... 

એક વાઈરલ વીડિયોમાં પાકિસ્તાનને દોષિત ઠેરવવા બદલ આફ્રિદીએ ભારતની ટીકા કરી છે. તેણે કહ્યું કે ભારતના આરોપો પાયાવિહોણા છે અને કોઈપણ પ્રકારની તપાસ વગર ઉતાવળે પાકિસ્તાનને દોષિત ઠેરવાઈ રહ્યું છે. ઈન્ટરનેટ પર આફ્રિદીનો આ વીડિયો ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. 



ભારત પાસે જ પુરાવા માગી લીધા 

વીડિયોમાં જોઇ શકાય છે કે કોઈએ આફ્રિદીને પહલગામ હુમલા અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં આફ્રિદીએ કહ્યું કે હું ક્રિકેટ અને રમતની કૂટનીતિમાં વિશ્વાસ રાખું છું. આ મામલે રાજનીતિ ન થવી જોઇએ. પાડોશી દેશ છે એટલે એકબીજાનો ખ્યાલ રાખવો જોઈએ પણ પહલગામનો હુમલો થતા જ તમે સીધા પાકિસ્તાનનું નામ લઈ લીધું. અરે ભાઈ પુરાવા તો આપો પહેલા. 

અફસોસ પણ વ્યક્ત કર્યો 

જોકે પછી આફ્રિદીએ તેના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે આ ઘટના અફસોસજનક છે. કોઈપણ ધર્મ હોય આતંકવાદને તે સમર્થન ના કરે. આ ઘટના છતાં મારું માનવું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ કેમ કે લડાઈનું તો કોઈ કારણ જ નથી. 

Tags :