Get The App

આ ખેલાડીને 1105 દિવસથી ટીમ ઈન્ડિયામાં નહોતું મળી રહ્યું સ્થાન, હવે આ દેશમાં ચાર મેચમાં બનાવ્યા 222 રન!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
આ ખેલાડીને 1105 દિવસથી ટીમ ઈન્ડિયામાં નહોતું મળી રહ્યું સ્થાન, હવે આ દેશમાં ચાર મેચમાં બનાવ્યા 222 રન! 1 - image

Prithvi Shaw not getting a place in the team: રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન ઘણાં નવા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. જેમાં એક ખેલાડીએ વિરાટની કેપ્ટનશીપ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. જો કે તેણે 1105 દિવસથી ભારતીય ટીમ માટે એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. અનેક મોટી ટુર્નામેન્ટ ગુમાવ્યા બાદ તેને શ્રીલંકા પ્રવાસમાં પણ ટીમમાં સ્થાન મળ્યું ન હતું. જોકે હવે આ ખેલાડીએ ઈંગ્લેન્ડ તરફ વળ્યો છે અને તેણે ત્યાં પોતાની શાનદાર બેટિંગથી ધમાલ મચાવી છે. આ બીજા કોઈ નહીં પણ પૃથ્વી શૉની વાત થઇ રહી છે. જે અંડર-19ના સમયથી જ બીજા સચિન તરીકે ઓળખવામાં આવતો હતો. હવે તેણે ઈંગ્લેન્ડના વનડે કપ ટુર્નામેન્ટમાં પોતાની તોફાની બેટિંગથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

પૃથ્વી શોને ભારતીય ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. જેથી તે હવે ઇંગ્લેન્ડની ઘરેલું વનડે ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશર તરફથી રમી રહ્યો છે. ડરહમ સામેની મેચમાં તેણે તૂફાની બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. પૃથ્વીએ માત્ર 71 બોલમાં 136ના સ્ટ્રાઈક રેટથી 97 રન કર્યાહતા. તેણે પોતાની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા. એટલે કે તેણે 70 રનતો માત્ર ચોગ્ગા અને છગ્ગા વડે બનાવ્યા હતા. જો કે તેનિ આ ઇનિંગ ટીમને સફળતા અપાવી શકી ન હતી.

આ પણ વાંચો: અજબગજબ: પેરિસની ગરમીથી પરેરાશ હતા ભારતીય એથલિટ્સ, ઓસ્ટ્રેલિયાને હરાવતા જ લાગી ગયા AC

પૃથ્વી આઉટ થયા બાદ એક પછી એક ખેલાડીઓ આઉટ થવા માંડ્યા હતા. નોર્થમ્પટનશરની ટીમ 260નો સ્કોર જ કરી શકી હતી. સામે ડરહમની ટીમે 6 વિકેટ ગુમાવી 11 બોલ બાકી હતા તે પહેલા જ લક્ષ્યને હાંસિલ કરી લીધો હતો. પૃથ્વીએ પૂરી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર દેખાવ કર્યો છે. તેણે અત્યાર સુધીમાં 4 મેચમાં 222 રન કર્યા છે. અગાઉના મેચમાં તેણે 58 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. તેણે હેમ્પશાયર સામે 34 બોલમાં 40 અને ડર્બીશાયર સામે 9 રન બનાવ્યા હતા.

1105 દિવસથી ભારતીય ટીમથી દૂર

પૃથ્વી શૉએ માત્ર 18 વર્ષની ઉંમરે વર્ષ 2018માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. 6 વર્ષમાં તે માત્ર 5 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે 42ની સરેરાશથી 339 રન કર્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ તેને ક્યારેય ટીમમાં રમવાની તક આપી ન હતી. જયારે રોહિત શર્મા ટીમનો કેપ્ટન બન્યો ત્યારે પણ તેણે પૃથ્વીને ટીમમાં સામેલ કર્યો ન હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 2020માં એડિલેડમાં રમી હતી.

પૃથ્વીએ પોતાનું વનડે ડેબ્યુ 2020માં ન્યૂઝીલેન્ડ સામે વિરાટની કેપ્ટનશીપ હેઠળ કર્યું હતું, પરંતુ તેમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. તેણે 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી. પૃથ્વીએ એકમાત્ર T20 મેચ શિખર ધવનની કેપ્ટનશીપમાં 25 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે રમી હતી. જે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. જે પસાર થયાના 1105 દિવસ થઈ ગયા છે.

આ ખેલાડીને 1105 દિવસથી ટીમ ઈન્ડિયામાં નહોતું મળી રહ્યું સ્થાન, હવે આ દેશમાં ચાર મેચમાં બનાવ્યા 222 રન! 2 - image


Google NewsGoogle News