Get The App

'મારા મોત બાદ...', મોહમ્મદ શમીને લઈને હસીન જહાંનું વધુ એક નિવેદન થઈ રહ્યું છે વાયરલ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
'મારા મોત બાદ...', મોહમ્મદ શમીને લઈને હસીન જહાંનું વધુ એક નિવેદન થઈ રહ્યું છે વાયરલ 1 - image


નવી મુંબઇ,તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે સેમી ફાઈનલ સહિત 10 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેણે ભારતીય ચાહકોમાં ટ્રોફી જીતવાની આશા જન્માવી હતી, પરંતુ ફાઇનલ મેચ જે અમદાવાદમાં રમાઇ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી એકવાર ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. 

જોકે, જ્યારે મોકો મળ્યો ત્યારથી શમીએ એવું શાનદાર પ્રદર્શન કર્યું કે સૌ કોઈ તેના દિવાના બની ગયા. હાર્દિક પંડ્યાના બહાર નીકળ્યા પછી, મોહમ્મદ શમીએ બંને હાથે તક ઝડપી લીધી અને સેમિફાઇનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે ફાઇનલમાં અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો નહીં. આ દરમિયાન હવે તેની પત્ની હસીન જહાંએ બે-ટુ-બેક પોસ્ટ કરીને મોહમ્મદ શમી પર નિશાન સાધતા જોવા મળી રહી છે.

મોહમ્મદ શમી અને હસીન જહાં બંને વર્ષોથી એકબીજાથી અલગ રહી રહ્યા છે. બંને એક બીજા પર ખૂબ આરોપ લગાવી રહ્યા છે. આખો દેશ જ્યાં શમીની સફળતાથી ખુશ થાય છે તો હસીન જહાં પતિને લઇને અલગ અલગ રિલ્સ અને પોસ્ટ કરતી જોવા મળે છે.

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પતિ પર મેચ ફિક્સિંગ અને ઘરેલુ હિંસા સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, તેમણે એક ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક પોસ્ટ શેર કરી છે. પહેલી પોસ્ટમાં હસીન જહાંએ લખ્યું છે કે મારી નમાઝની અસર એટલી જોરદાર છે, તો વિચારો કે બદદુઆની શું અસર થશે?  દુઆ અને બદદુઆની અસર તાત્કાલિક નથી થતી. 

મારા મૃત્યુ પછી પણ...

એક પછી એક પોસ્ટ શેર કરતાં હસીન જહાંએ બીજી પોસ્ટમાં લખ્યું કે, મારા દુશ્મને મને એટલો બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે કે, તેનો ફાયદો એટલો થયો કે લોકો મને મૃત્યુ પછી પણ યાદ રાખશે. 

આ પણ વાંચો:'તે સારો ક્રિકેટર છે, કદાચ સારો માણસ પણ હોત', મોહમ્મદ શમીને લઈને તેની પત્નીએ આપ્યું મોટું નિવેદન

હસીન જહાંની આ પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરતાં જોવા મળી રહ્યાં છે. એક ફેને લખ્યું કે, મોહમ્મદ શમી એક હીરો છે. જ્યારે બીજાએ લખ્યું કે, તમારું નામ શમીના કારણે પડ્યું, બધા જાણે છે કે તમે ચીયરલીડર હતા.

'મારા મોત બાદ...', મોહમ્મદ શમીને લઈને હસીન જહાંનું વધુ એક નિવેદન થઈ રહ્યું છે વાયરલ 2 - image

હસીન જહાંની પહેલી પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરતાં કહ્યુ કે, તેનો અર્થ એ છે કે તમે ભારતીય ટીમને શ્રાપ આપ્યો છે. 

જ્યારે અન્ય એક યુઝરે લખે છેકે,જ્યાં સુધી દુઆ અને બદદુઆનો સવાલ છે તો જરૂરી નથી કે તમારી દુઆ અને બદદુઆ સ્વીકારવામાં આવે. કારણ કે એ પણ જોવાનું હોય છે કે તમારી દુઆ અને બદદુઆમાં કેટલી તાકાત હોય છે. 

મહત્વનું છેકે, મોહમ્મદ શમી અને હસીન જહાં બંને વર્ષોથી એકબીજાથી અલગ રહી રહ્યા છે અને પત્નિ આ પહેલાં પણ ક્રિકેટર અને પતિ પર આવા આરોપો લગાવતી જોવા મળી હતી. 


Google NewsGoogle News