Get The App

PR Sreejesh: સંન્યાસ બાદ મેડલ વિજેતા શ્રીજેશને અપાઈ નવી જવાબદારી, હોકી ઇન્ડિયાએ કરી જાહેરાત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
PR Sreejesh: સંન્યાસ બાદ મેડલ વિજેતા શ્રીજેશને અપાઈ નવી જવાબદારી, હોકી ઇન્ડિયાએ કરી જાહેરાત 1 - image


PR Sreejesh Was Apooint As Head Coach Of Junior Men's Hockey Team: ભારતીય હોકી ટીમની દીવાલ તરીકે ઓળખાતાં ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક 2024માં ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ગુરુવારે નિવૃત્તની જાહેરાત કરી હતી. જો કે તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો રહેશે. શુક્રવારે શ્રીજેશને જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકેને જવાબદારી આપવામાં આવી હતી. તે હવે યુવા હોકી ટીમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.

ભારતે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેન સામેની મેચમાં 2-1થી જીત મેળવી હતી. તેની સાથે જ શ્રીજેશે હોકીને અલવિદા કહી દીધું હતું. શ્રીજેશ લાંબા સમયથી ભારતીય હોકી ટીમનો મહત્ત્વનો સભ્ય રહ્યો છે. શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિરોધી ટીમ સામે દીવાલ બનીને ઊભો રહ્યો હતો. સ્પેન સામેની બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં પણ શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ડિફેન્સ કરીને તેમને લીડ લેતાં અટકાવ્યા હતા અને ટીમને જીત અપાવવામાં શ્રીજેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

આ પણ વાંચો: આ પણ વાંચો: VIDEO : ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો અર્શદ નદીમ, ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યા બાદ પાકિસ્તાની એથ્લીટ થયો ભાવુક

નિવૃત્તિ લેવાનો આ સૌથી યોગ્ય સમય

નિવૃત્તિ જાહેર કર્યા બાદ શ્રીજેશે જણાવ્યું હતું કે, 'હોકીમાંથી વિદાય લેવાનો આ યોગ્ય સમય છે. મને લાગે છે કે ઓલિમ્પિકસમાંથી એક મેડલ મેળવીને વિદાય લેવાનો આ મારા માટે સૌથી યોગ્ય રસ્તો છે. અમે ખાલી હાથે ઘરે નથી જઈ રહ્યા, જે મોટી વાત છે. હું લોકોની ભાવનાઓનું સન્માન કરું છું. કેટલાક નિર્ણયો લેવા ખૂબ મુશ્કેલ હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી પરિસ્થિતિ બદલાઈ જાય છે. આથી મારો નિર્ણય બદલાશે નહીં. ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેચને યાદગાર બનાવી દીધી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં મળેલ મેડલ પણ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેનાથી અમને વિશ્વાસ મળ્યો કે અમે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકીએ છીએ.'

PR Sreejesh: સંન્યાસ બાદ મેડલ વિજેતા શ્રીજેશને અપાઈ નવી જવાબદારી, હોકી ઇન્ડિયાએ કરી જાહેરાત 2 - image


Google NewsGoogle News