PR Sreejesh: ભારતીય હોકી ટીમની ધ વોલ! ટીમને બીજો બ્રોન્ઝ અપાવીને લીધી વિદાય

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
pr sreejesh


ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સતત બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની આ બંને મેડલની જીતમાં એક વ્યક્તિનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. એ વ્યક્તિ છે ગોલકીપર અને પૂર્વ કેપ્ટન પીઆર શ્રીજેશનો (PR Sreejesh). ભારતીય હોકી ટીમના આટલા સિનિયર ખેલાડીને આનાથી સારી શું વિદાય ગિફ્ટ હોય શકે?

પીઆર શ્રીજેશ દ્વારા આ ઓલિમ્પિક અગાઉ જ નિવૃત્તિની જાહેરાત કરી દેવામાં આવી હતી. પીઆર શ્રીજેશને ભારતીય હોકી ટીમની 'ધ વોલ' તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતને અનેક વખત કટોકટીમાં બચાવ્યું છે. આ બીજા મેડલની જીતમાં ભારતીય ગોલકીપરનો ફાળો સૌથી વધારે રહ્યો છે. તેણે આ મેચમાં જ નહીં પરંતુ અનેક વખત ભારતને ગોલ બચાવીને મેચ હારતા બચાવ્યું છે.

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જિતાડવામાં શ્રીજેશનો મોટો ફાળો રહ્યો હતો. ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ મેચ દરમિયાન તેણે શાનદાર ગોલકીપીંગ કર્યું હતું અને તેના કારણે ભારત મેડલ જીત્યું હતું.

ઓલિમ્પિક જેવા સ્ટેજ પર મેડલ સાથે મેદાનમાંથી વિદાય લેવી એ કોઈપણ ખેલાડી માટે ગર્વની વાત કહી શકાય.

ભારતે પોતાની બ્રોન્ઝ મેડલ મેચમાં 2-1થી સ્પેન સામે જીત મેળવી અને દેશ માટે પેરિસ ઓલિમ્પિકનો આ ચોથો મેડલ જીત્યો હતો. અગાઉ ભારત શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યું છે. આ ત્રણેય બ્રોન્ઝ મેડલ હતા અને ભારતને હોકી ટીમ પાસેથી ચોથો બ્રોન્ઝ મેડલ મળ્યો છે.


Google NewsGoogle News