IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી થશે મહામુકાબલો, ત્રણ મેચ રમાવાની શક્યતા
IND vs PAK, Asia Cup 2025 : ક્રિકેટ ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. ક્રિકેટ રસીકોને આ વર્ષે ફરી એક વખત ભારત અને પાકિસ્તના વચ્ચે શાનદાર મેચ નીહાળવા મળશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમે વચ્ચે 23 ફેબ્રુઆરીના રોજ મેચ રમાઈ હતી. જેમાં ભારતની ટીમ જીત હતી. જ્યારે આ વર્ષે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ એશિયા કપ 2025 હેઠળ રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ એશિયા કપ માટે સંભવિત વિન્ડો નક્કી કરી છે.
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેચ એશિયા કપ 2025 હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ વખતે એશિયા કપ UAEમાં થઈ શકે છે. જોકે, ભારત ટુર્નામેન્ટનું યજમાન રહેશે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી અંગે પાકિસ્તાન સાથે જે બન્યું તે ધ્યાનમાં લેતા, ACC એ એશિયા કપ માટે તટસ્થ સ્થળ નક્કી કર્યું છે. જ્યારે અંતિમ સ્થળ હજુ નક્કી થયું નથી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનની શરમજનક વિદાય, વડાપ્રધાન શહબાઝ સંસદમાં ઉઠાવશે મુદ્દો
ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 શાનદાર મેચ
એશિયા કપ 2025માં તમામ 8 ટીમો વચ્ચે ફાઈનલ સહિત 19 મુકાબલો થશે. જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, UAE, ઓમાન અને હોંગકોંગનો પણ સમાવેશ થશે. બધી ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. નોકઆઉટ (સુપર-4) મેચ રાઉન્ડ રોબિન હેઠળ રમાઈ શકે છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકવામાં આવી શકે છે. જો આ બંને ટીમો ફાઇનલમાં પહોંચે છે, તો ક્રિકેટ ચાહકો ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 શાનદાર મેચ જોઈ શકશે.