Get The App

ફાઈનલ મેચ જોવા જશે વડાપ્રધાન મોદી, PMOએ સ્વીકાર્યું આમંત્રણ, અક્ષય-અજય સહિતની હસ્તી પણ નિહાળશે મુકાબલો

ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ મેચમાં હાજરી આપશે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ફાઈનલ મેચ જોવા જશે વડાપ્રધાન મોદી, PMOએ સ્વીકાર્યું આમંત્રણ, અક્ષય-અજય સહિતની હસ્તી પણ નિહાળશે મુકાબલો 1 - image


World cup 2023 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ મેચ જોવા માટે પીએમ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ (Richard Marles)પણ મેચમાં હાજરી આપશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગન પણ આ મેચ જોવા અમદાવાદ આવશે.  

અત્યાર સુધીમાં ભારતનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન

જો મેચ પહેલા ટીમના  પાંચ ટોચના બોલરો અને પાંચ ટોચના બેટ્સમેનોના આંકડા જોવામાં આવે તો ચોક્કસથી ભારતીય ટીમનું પલળું ભારે દેખાઈ છે. અત્યાર સુધીમાં 10 મેચમાં ભારતીય ટીમના બેટરોએ  2523 રન બનાવ્યા અને બોલરોની વાત કરવામાં આવે તો ટોચના પાંચ બોલરોએ 85 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ ભારત સાથેની મોટી ફાઈનલ મેચ પહેલા આ ખેલાડીઓને તોડવા માટે ચોક્કસ રણનીતિ બનાવશે. ભારતીય ખેલાડીઓનો આ વર્લ્ડ કપ રેકોર્ડ કાંગારુ ટીમને ચોક્કસપણે ડરાવશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ મહામુકાબલો

આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.


Google NewsGoogle News