વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતાં જ PM મોદી એક્ટિવ, પીટી ઉષાને ફોન કરીને આપ્યો આ આદેશ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
pm modi on vinesh phogat talked to pt usha


Vinesh Phogat disqualified: પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલ રમવા અયોગ્ય જાહેર થતાં જ વડાપ્રધાન મોદી પોતે એક્શન મોડમાં આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ પી. ટી. ઉષાને ફોન કરીને ભારત તરફથી મજબૂત વિરોધ દર્શાવવા વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે વિનેશ ફોગાટને શક્ય તમામ રીતે મદદરૂપ થવાનો પણ આદેશ કર્યો હતો.

PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું?

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, 'વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઇચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.'

વિનેશને 50 kg રેસલિંગની ફાઇનલ અગાઉ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. કારણ કે તેણીનું વજન થોડું વધારે હતું. તાજા સમાચાર અનુસાર તે ડિહાઇડ્રેશનના કારણે બીમાર પડી હોવાનું પણ બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને ઇન્ડિયન ઓલિમ્પિક સંઘના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટના અંગે જાણકારી માંગી હતી. તેમણે ભારતીય રેસલરના ભાગ લેવાના વિકલ્પો અંગે પણ ચર્ચા કરી હતી. 

આ પણ વાંચો: તમે ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો, અમે તમારી સાથે છીએઃ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ PM મોદીની ટ્વિટ 

સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો

વિનેશ ફોગાટે મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ ઍટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

વિનેશ ફોગાટના નામે ઘણા મેડલ અને રૅકોર્ડ્સ

1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડ મેડલ

2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ

3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ

4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ

5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહનિસબર્ગ - સિલ્વર મેડલ

6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન - બ્રોન્ઝ મેડલ

8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ

9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ

10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ


Google NewsGoogle News