Get The App

'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ખેલાડીઓ...', ટીમ ઈન્ડિયાના 'ટર્બનેટર' એ ફરી પાકિસ્તાનને સંભળાવી ખરી-ખોટી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ખેલાડીઓ...', ટીમ ઈન્ડિયાના 'ટર્બનેટર' એ ફરી પાકિસ્તાનને સંભળાવી ખરી-ખોટી 1 - image


Image: Facebook

Harbhajan Singh on Champions Trophy 2025: 'ટર્બનેટર' ના નામથી ફેમસ પૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની શક્યતા પર ચિંતા વ્યક્ત કરી છે. ભજ્જીએ પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિની વર્તમાન અસ્થિરતાનો હવાલો આપ્યો છે. હરભજનનો તર્ક પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને એકદમ યોગ્ય માનવામાં આવી રહ્યો છે.

હરભજને સ્પષ્ટ કર્યું કે તે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની ભાગીદારીને અંતિમ રૂપ આપ્યા પહેલા સરકારની મંજૂરી લેવાના બીસીસીઆઈના પગલાનું સમર્થન કરે છે. બીસીસીઆઈએ આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. 

હરભજન સિંહે કહ્યું, 'ભારતીય ટીમે પાકિસ્તાન શા માટે જવું જોઈએ? પાકિસ્તાનમાં સેફ્ટીને લઈને ચિંતા છે.' હરભજને ગુરુવારે કહ્યું- પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે ત્યાં લગભગ દરરોજ ઘટનાઓ થતી રહે છે. મને નથી લાગતું કે ત્યાં જવું ટીમ માટે સુરક્ષિત છે. બીસીસીઆઈનું વલણ એકદમ યોગ્ય છે અને આપણા ખેલાડીઓની સુરક્ષાથી વધુ મહત્વપૂર્ણ કંઈ નથી. હું બીસીસીઆઈના વલણનું સમર્થન કરું છું.

ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાનમાં 5 સ્ટાર હોટલ

પાકિસ્તાને આશ્વાસન આપ્યું છે કે આ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચ લાહોરમાં થશે અને ભારતીય ટીમ મેચ દરમિયાન એક જ હોટલમાં રોકાશે. તેણે એ પણ કહ્યું છે કે ટીમને એક જ શહેરમાં રાખવાથી મહેમાન ટીમ માટે વધુ અસરકારક અને સુરક્ષિત વ્યવસ્થા થઈ શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ લાહોરમાં ગદ્દાફી ક્રિકેટ સ્ટેડિયમ નજીકમાં 5 સ્ટાર હોટલના નિર્માણ માટે જમીન સંપાદનની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીબી હોટલ બનાવવાનું આયોજન કરી રહી છે અને આગામી વર્ષની શરૂઆત સુધી તેને તૈયાર કરવાનું લક્ષ્ય છે. નવી હોટલથી ટીમોને દૂરના સ્થળો પર રોકાવાની જરૂરિયાત પૂરી થવાની આશા છે. દરમિયાન ટીમના પસાર થવા દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિથી માર્ગ બંધ કરવાની જરૂરિયાત ઓછી થઈ જશે.

ભારતીય ક્રિકેટ ટીમે ગયા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાનની યાત્રા કરવાથી ઈનકાર કરી દીધો હતો, જેના પરિણામસ્વરૂપ મેચ શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી હતી. 2012થી પાકિસ્તાન અને ભારતે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી, ભારત સરકારે બંને દેશની વચ્ચે ક્રિકેટ મેચને ICC કે ACC આયોજનો સુધી મર્યાદિત કરી દીધા છે.


Google NewsGoogle News