Get The App

IPL 2025: પાંચ-પાંચ કરોડ કમાતા ખેલાડીઓને મેગા ઓક્શનમાં માંડ બેઝ પ્રાઇસ મળે તેવી શક્યતા, જુઓ લિસ્ટ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
IPL 2025: પાંચ-પાંચ કરોડ કમાતા ખેલાડીઓને મેગા ઓક્શનમાં માંડ બેઝ પ્રાઇસ મળે તેવી શક્યતા, જુઓ લિસ્ટ 1 - image


Image: Facebook

IPL 2025: આઈપીએલ 2025 માટે મેગા ઓક્શન આ વખતે 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. આ માટે 1574 ખેલાડીઓને રજિસ્ટર કરવામાં આવ્યા છે. જેમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડી સામેલ છે. યાદીમાં કુલ 1,224 અનકેપ્ડ, 320 કેપ્ડ અને એસોસિએટ દેશોના 30 ક્રિકેટર છે. યાદીમાં 48 કેપ્ડ ભારતીય પણ સામેલ છે. તેમાંથી ફ્રેંચાઈઝી તે ખેલાડીઓની પસંદગી કરશે, જેને તે ઓક્શનમાં ઈચ્છે છે. તે બાદ તે ફાઈનલ લિસ્ટને એક ક્રમમાં સજાવવામાં આવશે. આ પહેલા 31 ઓક્ટોબરે તમામ 10 ટીમોએ પોતાની રિટેન્શન લિસ્ટ જારી કરી હતી.

અમુક ટીમોએ ચોંકાવનારો નિર્ણય પણ લીધો હતો. જેમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને તેની ફ્રેંચાઈઝી દ્વારા રિલીઝ કરવાનું સામેલ છે. આ વર્ષે ઓક્શન માટે તમામ ટીમોને 120 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. રિટેન્શન અનુસાર તેમાંથી અમુક રકમ કપાઈ. હાલ પંજાબ કિંગ્સમાં સૌથી વધુ રકમ બાકી છે. આ વર્ષે હરાજીમાં અમુક એવા ખેલાડી પણ નજર આવશે, જેમને ગત આઈપીએલ સુધી પાંચ કરોડથી વધુનું વેતન મળી રહ્યુ હતુ. જોકે, આ વખતે તેમને બેઝ પ્રાઈઝ પર ટીમો ખરીદી શકે છે.

1. પૃથ્વી શૉ

પૃથ્વી શૉ ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સ (ડીસી) થી રમતો હતો. ત્યારે તેનું વેતન આઠ કરોડ રૂપિયા હતુ. પૃથ્વી ઓપનર હતો પરંતુ ગત સિઝન તેના માટે ખૂબ ખરાબ રહી હતી. તેણે પાવરપ્લેમાં અમુક સારા શોટ્સ જરૂર રમ્યા પરંતુ મોટો સ્કોર કરવામાં સફળ થઈ શક્યો નહીં. જમણા હાથના બેટ્સમેને દિલ્હી માટે આઠ મેચ રમી અને તેણે 24.75 ની સરેરાશ અને 163.64 ના સ્ટ્રાઈક રેટથી 198 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 66 રન હતો અને તેણે 30 ચોગ્ગા અને પાંચ સિક્સર મારી. આ વર્ષે તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા છે.

2. મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ પણ આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં ભાગ લેશે. તેને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ રિલીઝ કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેને ગત વર્ષે મિની ઓક્શનમાં 8.25 કરોડમાં રિટેન કર્યો હતો અને આઈપીએલ 2024માં તે લગભગ ચાર જ મેચ રમ્યો. ચાર મેચમાં તેણે 16ની સરેરાશ અને 112.2 ના સ્ટ્રાઈક રેટથી 64 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 32 રનનો હતો. તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સર મારી. હૈદરાબાદે પોતાના છ ખેલાડીઓને રિટેન કર્યા છે અને તેની પાસે રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો ઉપયોગ કરવાનો વિકલ્પ નથી. આ વર્ષે તે પોતાની બેઝ પ્રાઈઝમાં વેચાઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025: RCBથી રિલીઝ થયા પછી ગ્લેન મેક્સવેલે કહ્યું- 'છેલ્લા દિવસ સુધી ખબર નહોતી કે હું...'

3. ઉમેશ યાદવ

અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ આઈપીએલ હરાજીમાં કોઈ ભારતીય ઝડપી બોલર્સને મળેલી સૌથી મોટી રકમ હતી. તેણે છેલ્લા સત્રમાં આઈપીએલ 2022ની ચેમ્પિયન ટીમ માટે માત્ર સાત મેચ રમી. આ દરમિયાન તેણે 26.25ની સરેરાશથી આઠ વિકેટ લીધી, જેમાં 10ની ભારે ઈકોનોમી રેટ સામેલ છે. 37 વર્ષનો આ ખેલાડી ભલે ટીમોની પહેલી પસંદ ન હોય પરંતુ ફ્રેંચાઈઝી મહારાષ્ટ્રમાં જન્મેલી આ ઝડપી બોલરના અનુભવનો ઉપયોગ કરવા ઈચ્છશે અને બેઝ પ્રાઈઝમાં ખરીદી શકે છે.

4. દેવદત્ત પડિક્કલ

દેવદત્ત પડિક્કલ આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ 7.75 કરોડમાં ખરીદ્યો હતો. તે એલએસજીના મધ્ય ક્રમનો ભાગ હતો. લખનૌની ટીમમાં તે કંઈ ખાસ કરી શક્યો નહીં. કર્ણાટકના આ બેટ્સમેને આઈપીએલ 2024માં સાત મેચ રમી અને 38 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સરેરાશ 5.34 અને સ્ટ્રાઈક રેટ 71.70નો રહ્યો. તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 13 રન હતો અને તેણે એલએસજી માટે ગત સિઝનમાં ત્રણ ચોગ્ગા માર્યા હતા. 

5. જોની બેયરસ્ટો

જોની બેયરસ્ટોને પંજાબ કિંગ્સ (PBKS) એ આઈપીએલ 2024થી પહેલા 6.75 કરોડમાં ખરીદ્યો હતો. તેણે આઈપીએલ 2024માં 108 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને પંજાબને આઈપીએલ ઈતિહાસની સૌથી મોટા ચેઝમાં મદદ કરી હતી પરંતુ આ બેટ્સમેન હાલ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. આ કારણ છે કે તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડની વનડે અને ટી20 ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. બેયરસ્ટોએ આઈપીએલ 2024માં પંજાબ માટે 11 મેચ રમી અને 152.82 ના સ્ટ્રાઈક અને 29.80ની સરેરાશથી 298 રન બનાવ્યા. તેણે 33 ચોગ્ગા અને 14 સિક્સર ફટકારી. જોકે, બેયરસ્ટોની ક્ષમતાને અવગણી શકાય નહીં. તે પોતાના દમ પર મેચ જીતાડવાની શક્તિ રાખે છે. દરમિયાન ટીમ તેને તેની બેઝ પ્રાઈઝ પર ખરીદી શકે છે.


Google NewsGoogle News