Get The App

એક જ મેચ રમી અને 7 દિગ્ગજ ખેલાડીઓની IPL કારકિર્દી પતી ગઈ, જુઓ આ રહી સંપૂર્ણ યાદી

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
એક જ મેચ રમી અને 7 દિગ્ગજ ખેલાડીઓની IPL કારકિર્દી પતી ગઈ, જુઓ આ રહી સંપૂર્ણ યાદી 1 - image

IPL: ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. આ લીગનું પહેલું ટાઇટલ રાજસ્થાન રોયલ્સે જીત્યું હતું. ત્યારપછી આઈપીએલમાં ક્રિકેટ જગતના ઘણાં મહાન ખેલાડીઓ આવ્યા અને ગયા. હવે આગામી 2025ની આઈપીએલ સિઝન પહેલા એક મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે.

જેમાં ઘણાં ખેલાડીઓ પર પૈસાની વર્ષા થઇ શકે છે. IPLમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે પહેલી સીઝનથી જ લીગમાં રમી રહ્યા છે, પરંતુ ઘણાં  ખેલાડીઓ એવા પણ છે કે જેમણે પોતાના IPL કરિયરમાં માત્ર એક જ મેચ રમી હતી. તો ચાલો એવા ખેલાડીઓ વિશે. 

આ ખેલાડીઓની એક મેચ રમ્યા બાદ તેમની આઈપીએલ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી

1. ડેરેન બ્રાવો

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર ડેરેન બ્રાવોને પણ આઈપીએલમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. ડેરેન બ્રાવોએ વર્ષ 2017ની આઈપીએલ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાની એકમાત્ર મેચ રમી હતી.

2. અકિલા ધનંજય

શ્રીલંકાના સ્પિન બોલર અકિલા ધનંજયે પણ પોતાની કારકિર્દીમાં માત્ર એક જ આઈપીએલ મેચ રમી હતી. ધનંજયે 2012માં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની પહેલી અને છેલ્લી આઈપીએલ મેચ રમી હતી.

3. યુનુસ ખાન

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર યુનિસ ખાન પણ આઈપીએલ રમી ચૂક્યો છે. તે સમયે પાકિસ્તાનથી ઘણાં ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેતા હતા.  2008ની આઈપીએલ સિઝનમાં યુનિસ ખાન રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. તે રાજસ્થાન માટે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. આ મેચ તેની આઈપીએલ કરિયરની છેલ્લી મેચ સાબિત થઈ.

4. અબ્દુલ રઝાક

બાંગ્લાદેશના ભૂતપૂર્વ સ્પિન બોલર અબ્દુલ રઝાકને પણ IPLમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તે રાજસ્થાન રોયલ્સ માટે એકમાત્ર મેચ રમ્યો હતો. આ પછી અબ્દુર IPLમાંથી ગાયબ થઈ ગયો.

આ પણ વાંચો: પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી, આ સ્ટાર ખેલાડી પર 4 વર્ષનો પ્રતિબંધ, મેડલ પણ પાછું લેવાયું, જાણો કારણ

5. આન્દ્રે નેલ

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર આન્દ્રે નેલને પણ આઈપીએલમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. વર્ષ 2008માં નેલને મુંબઈ ઈન્ડિયન્સ માટે એકમાત્ર મેચ રમી હતી. આ પછી આ ઝડપી બોલર પણ આઈપીએલમાંથી આઉટ થઈ ગયો.

6. મશરફે મુર્તઝા

બાંગ્લાદેશની ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર મશરફે મુર્તઝાએ પણ આઈપીએલમાં માત્ર એક જ મેચ રમી હતી. તેને વર્ષ 2009માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એકમાત્ર મેચ રમવાની તક મળી હતી.

7. બ્રાડ હેડિન

ઓસ્ટ્રેલિયણ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર બ્રેડ હેડિને પણ પોતાની કારકિર્દીમાં માત્ર એક જ આઈપીએલ મેચ રમી હતી. વર્ષ 2011 માં બ્રેડ હેડિને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એકમાત્ર આઈપીએલ મેચ રમી હતી.

એક જ મેચ રમી અને 7 દિગ્ગજ ખેલાડીઓની IPL કારકિર્દી પતી ગઈ, જુઓ આ રહી સંપૂર્ણ યાદી 2 - image


Google NewsGoogle News