IND vs AUS: ઑસ્ટ્રેલિયાએ ભારત માટે જાળ પાથરી! પર્થની પિચની પહેલી તસવીરથી વધી ચિંતા
Image : X |
IND vs AUS, Perth Pitch Report : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ મેચ પહેલા પિચની તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને લાગે છે કે બેટરો માટે આ પિચ પર રમવું સહેલું નહીં હોય. પિચ પર ઘણું ઘાસ દેખાઈ રહ્યું છે. અને પિચને ભીની રાખવા માટે સતત પાણી પણ છાંટવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં બોલ ઘણો સ્વિંગ અને બાઉન્સ લઈ શકે છે.
ઝડપી બોલરોને પિચ માફક આવી શકે
બંને ટીમો ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. યશસ્વી જયસ્વાલ, ઉસ્માન ખ્વાજા, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જેવા ભારતીય બેટરો માટે આ પિચ મુશ્કેલ સાબિત થઈ શકે છે. જયારે ભારતના જસપ્રિત બુમરાહ અને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ જેવા ઝડપી બોલરોને આ પિચ માફક આવી શકે છે. જો કે હજુ પિચ પરના ઘાસને કાપવામાં આવશે. ત્યાર બાદ જ ખબર પડશે કે પિચ કેવી હશે.
ભારત માટે ઘણાં પડકારો
આ સીરિઝમાં ભારત માટે ઘણાં પડકારો છે. સૌથી પહેલા તો કેપ્ટન રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચમાં રમશે નહીં. બીજી મોટી સમસ્યા ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. જેના કારણે તે પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આ બધા સિવાય ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીનું તાજેતરનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારતે ઘણી મહેનત કરવી પડશે. હાલના સમયમાં ભારતીય ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેથી આ સીરિઝ જીતવા માટે ભારતે દરેક મોરચે સારું પ્રદર્શન કરવું પડશે.
વેસ્ટ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ચીફ ક્યુરેટર ઈસાક મેકડોનાલ્ડે મેચ પહેલા કહ્યું હતું કે, 'આ ઓસ્ટ્રેલિયા છે, આ પર્થ છે... હું ખરેખર પિચને સારી ગતિ અને વધુ સારા ઉછાળ માટે તૈયાર કરી રહ્યો છું.' આ પરથી અનુમાન લગાવી શકાય છે કે ઝડપી બોલરોને અહીં ઘણી મદદ મળશે. જેના કારણે બેટરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી આ મેદાન પર પહેલી બેટિંગ કરનારી ટીમ જ મેચ જીતી શકી છે. આ મેચમાં જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બેટિંગ કરવા માંગે છે.
આ પણ વાંચો : કોહલી રન માટે ભૂખ્યો હશે...: ટેસ્ટ સીરિઝ પહેલા ગાવસ્કરની ઑસ્ટ્રેલિયાને ચેતવણી
મેચના દિવસે કેવું રહેશે વાતાવરણ
22 નવેમ્બરમાં રોજ પર્થમાં વાતાવરણ ખુશનુમા રહેશે. અને થોડું વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છર. પવનની ગતિ 17 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. અને પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફ રહેશે. ભેજનું સ્તર 52% રહેશે અને વરસાદની સંભાવના ઘણી ઓછી છે. વાદળો 57% હશે અને વિઝિબિલિટી દૃશ્યતા 10 કિલોમીટર હશે.