Get The App

WPL 2024: સૌથી વધુ રન સાથે પેરીએ જીતી ઓરેન્જ કેપ, જાણો કોણ લઈ ગયું પર્પલ કેપ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
WPL 2024: સૌથી વધુ રન સાથે પેરીએ જીતી ઓરેન્જ કેપ, જાણો કોણ લઈ ગયું પર્પલ કેપ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024 સોમવાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને મહિલા પ્રીમિયર લીગ 2024 ખિતાબ જીતી લીધો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવેલી ખિતાબી મેચમાં આરસીબીએ દિલ્હીને 8 વિકેટથી હરાવીને ટ્રોફી પર કબ્જો કર્યો. આરસીબી ફ્રેંચાઈજીએ પહેલી વખત આ કારનામુ કર્યુ. આરસીબીના દિગ્ગજ ખેલાડી એલિસે પેરીને સૌથી વધુ રન બનાવવા માટે ઓરેન્જ કેપ આપવામાં આવ્યો. 

પર્પલ કેપ એવોર્ડ માટે આરસીબીની શ્રેયંકા પાટિલને પસંદ કરવામાં આવ્યા. આ 21 વર્ષીય ખેલાડીએ સીઝનમાં 13 વિકેટ લઈને એક મોટી રકમ મેળવી. તેમને રિવોર્ડ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા. મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો એવોર્ડ યુપીની દીપ્તિ શર્માને આપવામાં આવ્યા. આ ભારતીય ઓલરાઉન્ડરે સમગ્ર સીઝનમાં હરફનમૌલા પ્રદર્શન કર્યુ પરંતુ આ તેમની ટીમ માટે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે પર્યાપ્ત નહોતો. ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ આરસીબીની શ્રેયંકા પાટિલને જ આપવામાં આવ્યો. 

એલિસે પેરીએ જીત્યો ઓરેન્જ કેપ

આરસીબી સ્ટાર એલિસે પેરીએ દિલ્હીની કેપ્ટન લેનિંગને પાછળ છોડતા ઓરેન્જ કેપમાં ઉચ્ચ સ્થાન મેળવી દીધુ. આરસીબીના આ મહિલાએ ડબ્લ્યૂપીએલ 2024ના નવ મેચમાં 347 રન બનાવ્યા. તેમનો સરેરાશ 69.40ની આસપાસનો રહ્યો હતો. પેરીએ આરસીબીનો ખિતાબ જીતનાર સીઝનમાં બે અડધી સદી બનાવી. તેમને રિવોર્ડ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા.

અન્ય એવોર્ડની લિસ્ટ 

સીઝનની પાવરફુલ સ્ટ્રાઈકર: જ્યોર્જિયા વેરહામ

સીઝનના સૌથી વધુ છગ્ગા: શેફાલી વર્મા

પ્લેયર ઓફ ધ ફાઈનલ: સોફી મેલીનિક્સ

પાવરફુલ સ્ટ્રાઈકલ ઓફ ધ ફાઈનલ: શેફાલી વર્મા

બેસ્ટ કેચ ઓફ સીઝન: એસ સજના


Google NewsGoogle News