Get The App

સર, લોકોએ મને ખૂબ ટ્રોલ કર્યો...: PM મોદી સામે છલકાયું હાર્દિક પંડ્યાનું દર્દ, જુઓ વીડિયો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
hardik pandya with pm modi



Team India Meeting PM Modi: ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. હવે, આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ 2024ના વર્લ્ડકપ દરમિયાનના તેમના અનૂભવો વડાપ્રધાન મોદી સાથે શેર કરતા જોવા મળે છે. દરમિયાન વડાપ્રધાન સાથે વાત કરતી વખતે ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભાવુક થઇ ગયો હતો.


શું બોલ્યો હાર્દિક પંડ્યા?

ખેલાડીઓ સાથે વાત કરતી વખતે જ્યારે વડાપ્રધાને હાર્દિક સાથે વાત કરી ત્યારે હાર્દિક પંડ્યા ભાવુક થઇ ગયો હતો. ભારતના સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે, પાછલા 6 મહિના મારા માટે ખુબ જ મનોરંજક રહ્યા છે. આ સમયગાળા દરમિયાન મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. લોકોએ મને ખુબ જ ટ્રોલ કર્યો હતો. તે વખતે મારી સાથે ઘણી બધી ઘટનાઓ ઘટી ત્યારે મેં વિચારી લીધું હતું કે, હું આ અંગે રમત દ્વારા જ સૌને જવાબ આપીશ. આ કારણસર મને પોતાની જાત પર વિશ્વાસ હતો અને ત્યારે મેં મજબુત રહેવાનો અને ખૂબ પરિશ્રમ કરવાનો સંકલ્પ લીધો હતો. મેં પરિશ્રમ કર્યો અને મને છેલ્લી ઓવર નાખવાની તક મળી.



રોહિત સાથે વડાપ્રધાને શું ચર્ચા કરી?

કેપ્ટન રોહિત શર્માને જીતની ક્ષણ વીશે વડાપ્રધાન મોદીએ સવાલ કરતા કહ્યું કે, તમે ઘણાં ભાવુક લાગી રહ્યા હતા અને તમે મેદાનમાં જઇને માટી ખાધી એ ક્ષણ વિશે તમે શું કહેવા માગો છો? રોહિત શર્માએ વડાપ્રધાનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ અમને સફળતા ન મળી હતી અને આ વખતે આપણી ટીમે જે અભૂતપૂર્વ સફળતા મેળવી તે એક એવી ક્ષણ હતી કે તે આપમેળે થઇ ગયું. હું મેદાનમાં ગયો અને ત્યાંની માટી ખાધી કારણ કે તે મેદાનમાં જ બધું થયું, ત્યાં જ અમને સફળતા મળી હતી.


સુર્યાએ ઐતિહાસિક કેચ મુદ્દે શું નિવેદન આપ્યું?

સાઉથ આફ્રિક વિરૂદ્ધ સુર્ય કુમારે છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરનો ઐતિહાસીક કેચ પકડ્યો હતો. આ અંગે તેણે PMને કહ્યું કે, પહેલા હું કેચ કરવા અંગે નહોતું વિચારી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે હું ફક્ત બોલને બાઉન્ડ્રી લાઉન પાર ન કરવા દઉં જેથી વિરોધીઓને માત્ર 1 અથવા 2 રન જ મળે પરંતુ મેં બોલ પકડવા પ્રયત્ન કર્યો અને બોલ મારા હાથમાં આવી ગઇ. રાહુલ દ્રવિડે આ અંગે જણાવ્યું કે, સુર્યકુમાર પ્રેક્ટિસ દરમિયાન આવા 150થી 160 કેચ પકડી ચુક્યા છે.


Google NewsGoogle News