Get The App

લોકોનો મસાલો ખતમ થઈ ગયો...: કોહલીએ ગંભીર અને નવીન સાથે સમાધાન મુદ્દે જુઓ શું કહ્યું

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
લોકોનો મસાલો ખતમ થઈ ગયો...: કોહલીએ ગંભીર અને નવીન સાથે સમાધાન મુદ્દે જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

IPL 2024: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ IPLની ગત સીઝનમાં નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરની સાથે થયેલા વિવાદ મુદ્દે એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે લોકો હવે તેનાથી નાખુશ છે કારણ કે તેણે નવીન ઉલ હકને ગળે લગાવ્યો અને ગૌતમ ગંભીર તેને ગળે મળી ગયા. આ રીતે ચાહકો માટે મસાલો ખતમ થઈ ગયો. IPL 2023ની એક મેચ દરમિયાન બંનેની વચ્ચે ગંભીર ઝઘડો થઈ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે IPL 2023ની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વર્સેસ લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં નવીન ઉલ હક અને વિરાટ કોહલીની વચ્ચે કેટલીક વાતચીત થઈ હતી. મેચ પૂર્ણ થતાં-થતાં આ વિવાદ ખૂબ વધી ગયો હતો કેમ કે નવીન ઉલ હકે વિરાટ કોહલીનો હાથ ઝટકી દીધો હતો. જે બાદ બંનેની વચ્ચે બોલાચાલી થઈ અને તેમાં ગૌતમ ગંભીર કૂદ્યો હતો. તે સમયે એ એલએસજીનો મેન્ટોર હતો. તેનું માનવું હતું કે તે પોતાના ખેલાડી સાથે ઊભા રહેશે. 

બીજી તરફ હવે કેકેઆર વર્સેસ આરસીબી મેચમાં વિરાટ કોહલી જ્યારે કોલકાતા વિરુદ્ધ બેટિંગ કરી રહ્યાં હતા તો ટાઈમ આઉટ દરમિયાન ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો. આ સિવાય તે મેચ બાદ પણ વિરાટ કોહલી ઉત્સાહભેર મળ્યો. આ રીતે બંને વચ્ચે મામલો શાંત પડી ગયો. એ વાત કદાચ ચાહકોને પસંદ આવી નહીં કે હવે વિરાટ કોહલીનો કોઈ ખેલાડી સાથે વિવાદ નથી. 


Google NewsGoogle News