PCBનું જય શાહને લઇને વાયરલ થઇ રહ્યું છે ફેક નિવેદન

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
PCBનું જય શાહને લઇને વાયરલ થઇ રહ્યું છે ફેક નિવેદન 1 - image


નવી દિલ્હી,તા.26 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

ભારતની મેજબાનીમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત આવવા માટે વિઝા મળ્યા છે. વિઝાની મંજૂરી બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય વિઝા મેળવવા માટે BCCI સેક્રેટરી જય શાહ અને ભારત સરકારનો આભાર માન્યો છે. 

આ નિવેદન સંપૂર્ણપણે નકલી અને અફવા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર રીતે આવું કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

વાયરલ થઈ રહેલા નિવેદનને એવી રીતે ઘડવામાં આવ્યું હતું કે, એવું લાગતું હતું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવ્યું છે. 

ફેક તસ્વીરના રિલીઝમાં સૌથી પહેલા લખવામાં આવ્યું હતું કે, "PCB ભારતમાં 2023 ICC ODI વર્લ્ડ કપ માટે વિઝા સંબંધિત મુદ્દાને સ્પષ્ટ કરવા માંગે છે. PCBએ 19 સપ્ટેમ્બર, 2023ના રોજ ભારતના વિઝા માટે અરજી કરી અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા.

વિઝા મેળવવા માટે છેલ્લા હોવા છતાં, અમને BCCI અને ભારત સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, 25 સપ્ટેમ્બર સુધીમાં વિઝા આપવામાં આવશે અને તે જ થયું."

ત્રીજી લાઈનમાં BCCI અને ભારત સરકારનો આભાર માનતા લખ્યુ છે કે, "અમે ભારત સરકાર અને ખાસ કરીને BCCI સેક્રેટરીનો તેમના તાત્કાલિક પગલાં માટે આભાર માનીએ છીએ."

છેલ્લી લાઇનમાં લખ્યું હતું કે, "અમે અમારા હિતધારકોને, ખાસ કરીને પત્રકારોને વિનંતી કરીશું કે, તેઓ આ બાબતે અટકળો ન કરે અથવા આ અફવાઓને પ્રોત્સાહન ન આપે." આ રીતે આ નકલી પ્રેસ રિલીઝ તૈયાર કરવામાં આવી હતી.



Google NewsGoogle News