Get The App

પાકિસ્તાન ક્રિકેટમાં વધુ બે મોટા ફેરફાર, ઉમર ગુલ અને સઈદ અજમલને મળી મોટી જવાબદારી

પાકિસ્તાનની ટીમે વર્લ્ડકપમાં 9માંથી માત્ર 4 મેચ જીતી હતી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
પાકિસ્તાન ક્રિકેટમાં વધુ બે મોટા ફેરફાર, ઉમર ગુલ અને સઈદ અજમલને મળી મોટી જવાબદારી 1 - image
Image:Twitter

Pakistan Team's New Bowling Coach : પાકિસ્તાન ટીમના ODI World Cup 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. ODI World Cup 2023માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પદથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફારો કર્યા છે. PCBએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ બનાવ્યો છે. જયારે સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાને વર્લ્ડકપમાં 5 મેચ જીતી હતી

બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ ODI World Cup 2023ની 9માંથી 5 મેચ હારી હતી. પાકિસ્તાન પહોંચતાની સાથે જ બાબર આઝમે ટીમના કેપ્ટન પદથી રાજીનામું આપી દીધું હતું. તે પછી મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો.

ODI World Cup 2023માં નિષ્ફળતા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો

T20I કેપ્ટન - શાહીન આફ્રિદી

ટેસ્ટ કેપ્ટન - શાન મસૂદ

કોચ - મોહમ્મદ હફીઝ

ડાયરેક્ટર - મોહમ્મદ હફીઝ

ચીફ સિલેકટર - વહાબ રિયાઝ

ફાસ્ટ બોલિંગ કોચ - ઉમર ગુલ

સ્પિન બોલિંગ કોચ - સઈદ અજમલ

પાકિસ્તાન ક્રિકેટમાં વધુ બે મોટા ફેરફાર, ઉમર ગુલ અને સઈદ અજમલને મળી મોટી જવાબદારી 2 - image


Google NewsGoogle News