T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, બાબાર આઝમ કેપ્ટન, સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, બાબાર આઝમ કેપ્ટન, સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી 1 - image


Pakistan Squad T20 World Cup 2024 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) T20 વર્લ્ડ કપ 2024 માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમ ટીમના કેપ્ટન હશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. PCBએ મોહમ્મદ રિઝવાન અને હેરિસ રઉફની ફિટનેસને લઈને ચિંતિત વલણ અપનાવ્યું હતું, પરંતુ સારા સમાચાર એ છે કે બંને ખેલાડીઓ ફિટ છે અને વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. પાકિસ્તાની ટીમમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનું નામ નજરે નથી આવી રહ્યું.

T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હેરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અમીર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન. , શાહીન શાહ આફ્રિદી અને ઉસ્માન ખાન.


Google NewsGoogle News