વર્લ્ડ કપના માત્ર 3 દિવસ પહેલા ફરી પાકિસ્તાને ઓકાત બતાવી, ICCને પત્ર લખીને કરી ફરિયાદ, BCCIમાં હડકંપ મચ્યો

PCBએ આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓના વિઝામાં વિલંબ પર ICCને પત્ર લખ્યો હતો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપના માત્ર 3 દિવસ પહેલા ફરી પાકિસ્તાને ઓકાત બતાવી, ICCને પત્ર લખીને કરી ફરિયાદ, BCCIમાં હડકંપ મચ્યો 1 - image

World Cup 2023 : વનડે વર્લ્ડ કપ 2023 શરુ થવામાં માત્ર ચાર દિવસ જ બાકી રહી ગયા છે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ 10 ટીમો ભારત પહોંચી ચુકી છે. જો કે જે ટીમની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે પાકિસ્તાન છે, કારણે કે આ ટીમ 7 વર્ષ પછી ભારતના પ્રવાસે આવી છે. પરંતુ વર્લ્ડ કપ 2023 પહેલા PCB (PCB Again Coplaint To ICC Of BCCI)એ ICC સમક્ષ બીજી માંગ કરી છે. PCBએ વર્લ્ડ કપ 2023 જોવા ઈચ્છતા પત્રકારો અને ચાહકો માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ICCને પત્ર લખ્યો છે.

PCBએ ICCને પહેલા પણ લખ્યો હતો પત્ર

PCBએ આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ(Pakistani Cricket Players)ના વિઝામાં વિલંબ પર ICCને પત્ર લખ્યો હતો. આ વખતે PCBએ ICCને ચાહકો અને મીડિયા માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું છે. BCCIના એક અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય એવા પત્રકારોના નામ પર વિચાર કરી રહ્યું છે જેઓ વર્લ્ડ કપ 2023ની ઇવેન્ટને કવર કરવા માંગે છે. અરજીઓને વિદેશ, ગૃહ અને રમતગમત મંત્રાલયોની મંજૂરીની જરૂર પડશે કારણ કે પાકિસ્તાન ભારતની પ્રી-રેફરન્સ લિસ્ટ (PRC)માં છે. આ ઉપરાંત BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મીડિયા માટે વિઝા અરજીઓને અનુકૂળ બનાવવામાં આવી રહી છે.

PCBને આશા છે કે ICC અને અન્ય સંબંધિત અધિકારી આ મામલાને ઝડપી બનાવશે

બીજી તરફ PCBના એક સુત્રે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ ચિંતાજનક છે કે મીડિયા અને ચાહકોને હજુ સુધી વિઝા નીતિ વિશે જાણ કરવામાં આવી નથી, કારણ કે પાકિસ્તાન પહેલાથી જ બે વોર્મ-અપ્સ અને છ દિવસમાં પ્રથમ વર્લ્ડ કપ મેચ રમશે. PCBને આશા છે કે ICC અને અન્ય સંબંધિત અધિકારી આ મામલાને ઝડપી બનાવશે કારણ કે પાકિસ્તાનના ચાહકો અને પત્રકારોમાં ચિંતા વધી રહી છે જેઓ ICC CWC 2023માં તેમની ટીમને સમર્થન અને કવર કરવા માંગે છે.

  વર્લ્ડ કપના માત્ર 3 દિવસ પહેલા ફરી પાકિસ્તાને ઓકાત બતાવી, ICCને પત્ર લખીને કરી ફરિયાદ, BCCIમાં હડકંપ મચ્યો 2 - image


Google NewsGoogle News